તંત્ર દ્વારા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂ હેઠળ છે.
મસ્જિદ પાસે પથ્થર હટાવવા મુદ્દે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું.
તોફાની તત્વોનો પોલીસ પર ભારે પથ્થરમારો: અનેક જવાનો લોહીલુહાણ.
સ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસ અને લાઠીચાર્જની ફરજ પડી.
રાજસ્થાનના જયપુર જિલ્લામાં આવેલા ચોમૂ નગરમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક કોમી તણાવ ફાટી નીકળ્યો હતો. મસ્જિદ નજીક રસ્તા પર પડેલા પથ્થરો દૂર કરવાની સામાન્ય કામગીરીએ જોતજોતામાં મોટું અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
વિવાદનું કારણ: શુક્રવાર સાંજથી મસ્જિદ પાસે ટ્રાફિકને નડતરરૂપ પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. સ્થાનિકોએ આ કામગીરીનો વિરોધ કર્યો અને જોતજોતામાં ટોળું એકઠું થઈ ગયું.
હિંસક વળાંક: વિરોધ કરી રહેલા ટોળામાંથી કેટલાક તોફાની તત્વોએ ફરજ પરની પોલીસ ટુકડીને નિશાન બનાવી પથ્થરમારો શરૂ કર્યો હતો.જેમ 6 થી વધારે પોલીસે ને વધારે ઇજા છે.
પોલીસ કાર્યવાહી: સ્થિતિ બેકાબૂ બનતા પોલીસે સ્વબચાવ અને ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ અથડામણમાં અનેક પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
વહીવટી તંત્રની કામગીરી: ઘટનાની ગંભીરતા જોતા સ્પેશિયલ ઓપરેશન કમિશનર રાહુલ પ્રકાશ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ (ડો. રાજીવ પચાર અને મનીષ અગ્રવાલ) રાત્રે જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓની સમજાવટ અને કડક બંદોબસ્ત બાદ મામલો શાંત પડ્યો હતો.
વર્તમાન સ્થિતિ: હાલમાં સમગ્ર ચોમૂ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. અફવાઓ પર લગામ લગાવવા માટે પ્રશાસને 26 ડિસેમ્બર સવારે 7 વાગ્યાથી આગામી 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. ડ્રોન અને CCTV કેમેરાની મદદથી તોફાની તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે.