“બિહાર ચૂંટણી પૂર્વે ભાજપનો કડક પગલાં – ચાર બળવાખોર નેતાઓને પાર્ટીમાંથી છ વર્ષ માટે હાંકી કાઢ્યા”
- બળવાખોરોએ ગઠબંધન ઉમેદવારોની સામે સ્વતંત્ર રીતે વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો.
- પવન યાદવ પર ખાસ આરોપ કે તેમણે પાર્ટી હાઈ કમાન્ડના નિર્ણયનું ઉલ્લંઘન કર્યું.
- પાર્ટી નેતૃત્વે ચેતવણી આપી કે આવનારા સમયમાં પક્ષવિરુદ્ધ પ્રવૃત્તિઓ સહન નહીં કરવામાં આવે.
બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીએ પક્ષવિરુદ્ધ પ્રવૃત્તિઓ કરતા ચાર બળવાખોર નેતાઓને 6 વર્ષ માટે બહારનો રસ્તો બતાવી દીધો છે. આ ચાર નેતાઓએ પાર્ટી ગઠબંધનના ઉમેદવારો સામે પોતે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો, જેના પગલે પાર્ટીએ આ અગત્યના અને કડક પગલાં લીધા છે.બહાદુરગંજથી ઉમેદવાર વરુણ સિંહ, ગોપાલગંજથી અનૂપ કુમાર શ્રીવાસ્તવ, કહલગાંવથી ધારાસભ્ય પવન યાદવ, અને બડહરાથી સૂર્ય ભાન સિંહને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
પવન યાદવ પર ખાસ આરોપ કે તેમણે પાર્ટી હાઈ કમાન્ડના નિર્ણયનું ઉલ્લંઘન કર્યું.નિર્ણયથી અગાઉ બીજેડી અને એનડીએ ગઠબંધન વચ્ચે બેઠક વહેંચણીને અંતિમ સ્વરૂપ અપાયું હતું.
પાર્ટી નેતૃત્વે ચેતવણી આપી છે કે હવે કોઈપણ પક્ષવિરુદ્ધ પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં, અને સંગઠનને મજબૂત બનાવવાના સંકેતો આપ્યા છે.આવી મજબૂત કામગીરીથી bjp બિહારમાં પોતાની એકતા અને ગઠબંધનની શક્તિને પ્રગટ કરી રહી છે.