મુઝફ્ફરપુરમાં ઓવરબ્રિજ & માર્ગની માંગને લઈને કેટલાક બૂથ પર મતદારોનું બહિષ્કાર
9 વાગ્યા સુધી — state wide turn out 13.13% નોંધાયો
બિહાર વિધાનસભા ચૂંટણી–2025ના પહેલા તબક્કાનું મતદાન ગુરુવારે 6 નવેમ્બરે સવારે 7 વાગ્યેથી શરૂ થયું. આ તબક્કામાં 121 બેઠકો પર 3.75 કરોડથી વધુ મતદારો 1314 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરી રહ્યા છે. મહાગઠબંધન તરફથી તેજસ્વી યાદવ જ્યારે NDA તરફથી સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિન્હા મુખ્ય ચહેરા તરીકે ટક્કર આપી રહ્યા છે.
રાઘોપુરમાંથી તેજસ્વી યાદવ સતત ત્રીજી જીત માટે મથામણમાં છે, જ્યારે અહીં BJPના સતીશ કુમાર તથા જન સુરાજ પાર્ટીના ચંચલ સિંહ મેદાનમાં છે.
ચૂંટણીના પહેલાજ કલાકોમાં અનેક વિસ્તારોમાં EVM ખામીના કેસ સામે આવ્યા છે. વૈશાલીના લાલગંજના બે બૂથ સહિત દરભંગા, રાઘોપુર અને દાનાપુરના બૂથ પર પણ EVM બંધ પડતા મતદાન થોભી ગયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ “વોટ ચોર” ના નારા સાથે વિરોધ નોંધાવ્યો.
બિહાર શરીફમાં સ્લિપ વહેંચવાના આરોપે BJPના ચાર કાર્યકરોની અટકાયત કરવામાં આવી. મુઝફ્ફરપુરમાં રોડ અને ઓવરબ્રિજના મુદ્દે કેટલાંક બૂથ પર મતદાનનો બહિષ્કાર નોંધાયો.
લાલુ પ્રસાદ યાદવનું પરિવાર પણ મતદાન માટે પહોંચ્યું – રાબડી દેવી, તેજસ્વી, રાજશ્રી અને મીસા ભારતીએ મતાધિકારનો ઉપયોગ કર્યો.Election Commission મુજબ 9 વાગ્યા સુધી રાજ્યમાં 13.13% મતદાન નોંધાયું હતું.
આ તબક્કામાં 16 મંત્રીઓનું ભવિષ્ય પણ દાવ પર છે – જેમાં BJPના 11 અને JDUના 5 મંત્રીઓનો સમાવેશ થાય છે. સિવાનથી આરોગ્ય મંત્રી મંગલ પાંડે પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.
મોકામા બેઠક ખાસ ચર્ચામાં છે કારણ કે અહીં જેલમાં બંધ JDU ઉમેદવાર અનંત સિંહ વિરુદ્ધ RJDની વીણા દેવી ટક્કર આપી રહી છે.મોટા પાયા પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે અને 45,341 મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયા ચાલુ છે.