International

મિડલ ઈસ્ટમાં યુદ્ધનું વાતાવરણ: ઈરાન પર અમેરિકાના મોટા હુમલાની તૈયારી, ટ્રમ્પની આકરા તેવર

Published

on

  • યુદ્ધના ભણકારા: અમેરિકા દ્વારા ઈરાન પર મોટો સૈન્ય હુમલો કરવાની તૈયારી, ટ્રમ્પનું સ્પષ્ટ અલ્ટીમેટમ.
  • આર્થિક વ્યૂહરચના: ઈરાનના તેલ વેપારના મુખ્ય કેન્દ્ર ‘ખાર્ગ આઇલેન્ડ’ પર અમેરિકાની નજર.
  • ઈરાનનો બદલો: અમેરિકાના ૧૮ સૈન્ય મથકોને નિશાન બનાવ્યાનો ઈરાનનો દાવો.
  • પડદા પાછળ સમજૂતી: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફ્રીઝ થયેલા નાણાં અને કરાર માટે બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલુ.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત વિનાશક તબક્કે પહોંચ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સીધી ચેતવણી આપી છે. અમેરિકા આજે રાત્રે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કરવા જઈ રહ્યું હોવાની જાહેરાત થતા વૈશ્વિક બજારોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર સ્પષ્ટ કર્યું છે કે ઈરાનની મોટાભાગની સૈન્ય ક્ષમતાઓ, જેમાં નૌસેના, વાયુસેના અને એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે, તેને અમેરિકાએ પહેલેથી જ નષ્ટ કરી દીધી છે. ટ્રમ્પનું લક્ષ્ય માત્ર સૈન્ય હુમલો નથી, પરંતુ ઈરાનની આર્થિક કમર તોડવાનો પણ છે.

એક તરફ મિસાઈલો વરસી રહી છે, તો બીજી તરફ બંને દેશો વચ્ચે પડદા પાછળ વાટાઘાટો પણ ચાલુ છે. જોકે, વિદેશી બેંકોમાં ફ્રીઝ થયેલા ઈરાની અબજો ડોલરના ફંડને લઈને આ સમજૂતીમાં અવરોધ આવી રહ્યો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેના આ વધતા તણાવને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ પર તેની સીધી અસર જોવા મળી રહી છે. વિશ્વ આ યુદ્ધના પરિણામો અને આગામી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

Trending

Exit mobile version