Connect with us

International

સ્વિટ્ઝર્લેન્ડમાં ક્રાન્સ મોન્ટાનાના પ્રખ્યાત ‘કોન્સ્ટેલેશન બાર’માં બ્લાસ્ટ; અનેક લોકોના મોતની આશંકા.

Published

on

નવા વર્ષની શરૂઆતમાં જ વિદેશથી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વભરના પ્રવાસીઓના મનપસંદ ગણાતા સ્વિત્ઝર્લેન્ડના એક લક્ઝરી સ્કી રિસોર્ટમાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. સ્વિટ્ઝર્લેન્ડના ક્રાન્સ મોન્ટાના (Crans-Montana) રિસોર્ટમાં આવેલા એક લોકપ્રિય બારમાં પ્રચંડ વિસ્ફોટ થતાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે.

ઘટનાની વિગતો મુજબ, દક્ષિણ-પશ્ચિમ સ્વિત્ઝર્લેન્ડના વોલિસ કેન્ટનમાં આવેલા લક્ઝરી અલ્પાઈન સ્કી રિસોર્ટમાં ગુરુવારે વહેલી સવારે લગભગ 1:30 વાગ્યે એક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ ‘કોન્સ્ટેલેશન’ (Le Constellation) નામના બારમાં થયો હતો, જે તે સમયે પ્રવાસીઓથી છલકાઈ રહ્યો હતો. લોકો નવા વર્ષ 2026 ને આવકારવા માટે ડાન્સ અને મ્યુઝિકની મજા માણી રહ્યા હતા, ત્યારે જ અચાનક થયેલા ધડાકાએ ઉજવણીને માતમમાં ફેરવી નાખી.

https://x.com/FocusFR_/status/2006602511046599012?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2006602511046599012%7Ctwgr%5E22435f848ceff3004d0944ddafdbe0ccadb45d58%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%2Fadmin%2Farticle%2F6956143ea80aa3bf2f325ce2
  • જાનહાનિની આશંકા: સ્વિસ પોલીસ પ્રવક્તા ગેટન લેથિયને પુષ્ટિ કરી છે કે આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે. જોકે, ચોક્કસ આંકડો હજુ જાહેર કરવામાં આવ્યો નથી.
  • બચાવ કામગીરી: વિસ્ફોટ બાદ ઈમારતમાં ભીષણ આગ લાગી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં લપેટાતી જ્વાળાઓ અને ઇમરજન્સી સેવાઓની ગાડીઓ જોઈ શકાય છે. હેલિકોપ્ટર અને એર રેસ્ક્યુ (Rega) દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.
  • તપાસ જારી: વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ તપાસ કરી રહી છે કે આ કોઈ ટેકનિકલ ખામી હતી, ગેસ લીકેજ હતું કે અન્ય કોઈ કારણ.

સ્થાનિક હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોનો ધસારો જોવા મળી રહ્યો છે, જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓની સંખ્યા વધુ છે. વહીવટીતંત્ર દ્વારા પીડિતોના પરિવારો માટે વિશેષ હેલ્પલાઇન નંબર 084 811 21 17 પણ જારી કરવામાં આવ્યો છે.

    Continue Reading
    Vadodara57 minutes ago

    વડોદરાઃ ત્રણ દિવસથી દરવાજો બંધ હતો અને ઘરમાંથી આવી દુર્ગંધ! ગોત્રી પોલીસે મકાન ખોલતા જ મળી લાશ

    Vadodara2 hours ago

    વડોદરા: ચૂંટણી પહેલા એક્શન મોડમાં કપુરાઈ પોલીસ, પત્તા-પાનાનો જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

    National14 hours ago

    કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડીઝલ પરની એક્સપોર્ટ ડ્યુટીમાં ₹34નો તોતિંગ વધારો!

    Savli18 hours ago

    રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

    Vadodara20 hours ago

    વડોદરા: જાણીતા ગેસ્ટ્રો સર્જન સાથે દુબઈ ટૂરના નામે લાખોની છેતરપિંડી; હોટલ બુકિંગના નામે પિતા-પુત્રએ ખંખેર્યા લાખો રૂપિયા

    Vadodara20 hours ago

    વડોદરા: 13 વર્ષથી પોલીસને થાપ આપતો રીઢો આરોપી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં; વાડી વિસ્તારની ઘરફોડ ચોરીનો છે મામલો

    Vadodara21 hours ago

    વડોદરા: VMCનો ‘વન ડે વન રોડ’ પ્રોગ્રામ હેઠળ વોર્ડ 9 અને 16 માં પશુઓ છોડનાર અને ગંદકી કરનાર માલિકોને ફટકાર્યો દંડ

    National2 days ago

    મોટી હોનારત: મથુરામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરેલી હોડી પલટી; 8 લોકો ડૂબ્યા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

    Vadodara2 years ago

    સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

    Vadodara2 years ago

    મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

    Tech6 months ago

    ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

    Vadodara2 years ago

    માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

    City3 years ago

    ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

    Tech Fact7 months ago

    હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

    Tech6 months ago

    AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

    International2 years ago

    California Legislature Celebrates BAPS’ Golden Year in America

    Savli18 hours ago

    રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

    Vadodara4 days ago

    અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

    Vadodara5 days ago

    સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

    Vadodara5 days ago

    વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

    Vadodara6 days ago

    વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

    Gujarat6 days ago

    હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

    Vadodara1 week ago

    વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

    Vadodara2 weeks ago

    સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

    Trending