Gujarat

ભરૂચના જંબુસરમાંથી ચોંકાવનારા કિસ્સો,શિક્ષક બન્યો હેવાન!વિદ્યાર્થિની સાથે કારમાં શારીરિક અડપલાં કર્યા.

Published

on

ભરૂચના કાવી પોલીસ સ્ટેશન ખાતે શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપી શિક્ષકની શોધખોળ હાથ ધરી છે. 

  • શિક્ષકે સગીર વયની વિદ્યાર્થિની સાથે કારમાં શારીરિક અડપલાં કર્યા
  • શિક્ષક વિજ્ઞાન મેળાના નામે વિદ્યાર્થિનીને કારમાં ભરૂચ લઈને ગયો અને સિટી સેન્ટરના બેઝમેન્ટ પાર્કિંગમાં શારીરિક અડપલાં કર્યા.

ભરૂચના જંબુસરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક શિક્ષક હેવાન બન્યો છે. આ શિક્ષકે સગીર વયની વિદ્યાર્થિની સાથે કારમાં શારીરિક અડપલાં કર્યા હતા. હાલ આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

જાણવમળ્યા મુજબ, ભરૂચમાં એક શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. શિક્ષક વિજ્ઞાન મેળાના નામે વિદ્યાર્થિનીને કારમાં ભરૂચ લઈને ગયો અને સિટી સેન્ટરના બેઝમેન્ટ પાર્કિંગમાં કાર પાર્ક કરી અને ત્યાં વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. સમગ્ર ઘટનાથી વિદ્યાર્થિની ડઘાઈ ગઈ હતી. જોકે, બાદમાં શિક્ષકે તેને જો આ વિશે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

જ્યારે બાદમાં વિદ્યાર્થિનીએ ઘરે જઈને ડરતા-ડરતા આ વિશે માતા-પિતાને જાણ કરી હતી. ત્યાર બાદ વાલીએ તાત્કાલિક ભરૂચના કાવી પોલીસ સ્ટેશન ખાતે શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપી શિક્ષકની શોધખોળ હાથ ધરી છે. 

Trending

Exit mobile version