ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે હવે ખુદ રાહુલ ગાંધીએ કમર કસી છે, ત્યારે 18 સપ્ટેમ્બરના રોજ તેઓ ફરીથી ગુજરાત આવવાના છે
- રાહુલ ગાંધી કોંગ્રેસને સજીવન કરવા સતત પ્રયાસ કરી રહ્યાં છે.
- પૂરજોશમાં વિધાનસભા બેઠકદીઠ તેનો પ્રોગ્રામ તૈયાર થઈ રહી છે.
રાજ્યમાં સત્તા માટે મથામણ કરી રહેલી કોંગ્રેસ હજી બેઠી થઈ શકી નથી. પરંતું રાહુલ ગાંધી કોંગ્રેસને સજીવન કરવા સતત પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુદ કોંગ્રેસે કમાન સંભાળી છે. ત્યારે હવે રાહુલ ગાંધી ફરીથી ગુજરાત આવી રહ્યાં છે. જેમાં તેઓ કંઈક નવું કરશે.
રાહુલ ગાંધી હાલ સતત રાજ્યનો પ્રવાસ ગોઠવી રહ્યાં છે. હાલમાં જ તેઓ જિલ્લા પ્રમુખોની શિબિરમાં જુનાગઢ પ્રવાસે આવ્યા હતા. ત્યારે તેઓ ફરીથી ગુજરાતના પ્રવાસે આવનારા છે. આ વખતે ખુદ કમાન સંભાળવાના છે. રાહુલ ગાંધીનો 18 સપ્ટેમ્બરના રોજ પ્રવાસ ગોઠવાયો છે.
વિધાનસભા બેઠકદીઠ તેનો પ્રોગ્રામ તૈયાર થઈ જશે. ગુજરાતના તમામ વિધાનસભા મતવિસ્તારમાં એકથી બે દિવસ સુધી રાહુલ ગાંધી ચેકઇન કરશે જેમાં હોટલોને બદલે જિલ્લા, તાલુકાના પ્રમુખના ઘરે જમશે અને ત્યાં જ રોકાશે. એકથી બે દિવસના કાર્યક્રમમાં તાલુકા-જિલ્લા પંચાયતના હારેલા-જીતેલા સભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિતનાઓને મળી જે- તે બેઠકનો તાગ મેળવશે.
રાજ્ય કૉંગ્રેસના જિલ્લા પ્રમુખોનું હાઈકમાન્ડે રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યું છે. જિલ્લા પ્રમુખોની શિબિરના છેલ્લા દિવસે રિપોર્ટ કાર્ડ આપવામાં આવશે. તમામ જિલ્લા પ્રમુખોને તેમના સબળા અને નબળા પાસાનો રિપોર્ટ અપાશે. રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં બંધ કવરમાં એકની કામગીરીનું સરવૈયું અપાશે. રિપોર્ટમાં પ્રમુખોએ કરેલા કામ અને વધુ સારું શું કરી શકે એનો ઉલ્લેખ હશે. ધારણા કરતા સારું કામ ના કરનારને તાકીદ કરાશે.