Gujarat

ગુજરાતમાં LRD ભરતી પ્રક્રિયાનો અંત, પોલીસ ભરતી બોર્ડે ફાઈનલ રિઝલ્ટ જાહેર કર્યું!

Published

on

📢 ગાંધીનગર: ગુજરાતમાં લાંબા સમયથી ચાલતી લોકરક્ષક કેડર (LRD)ની ભરતી પ્રક્રિયાનો આજે અંત આવી ગયો છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે (GPRB) જાહેરાત ક્રમાંક GPRB/202324/1 હેઠળ લોકરક્ષક કેડરનું આખરી પરિણામ શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ જાહેર કરી દીધું છે.

મુખ્ય વિગતો:

  • કુલ જગ્યા: આશરે 12,000.
  • જાહેર થયેલું પરિણામ: લોકરક્ષક કેડરનું ફાઈનલ રિઝલ્ટ.
  • પાસ થયેલા ઉમેદવારો: કુલ 11,899 ઉમેદવારો અંતિમ પસંદગી પામ્યા છે.

📌 પરીક્ષાની વિગતો:

  • આશરે 12,000 જગ્યાઓ માટે 15 જૂન, 2025 ના રોજ 2.37 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી.
  • 30 જૂને લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરાઈ હતી.
  • 6 ઓગસ્ટે ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવ્યા હતા.

📝 મહત્ત્વનો અપડેટ:

  • ભરતી પ્રક્રિયાના અંતે, 338 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી જતી કર્યા બાદ બોર્ડે આ ફાઈનલ રિઝલ્ટ જાહેર કર્યું છે.
  • પસંદગી પામેલા ઉમેદવારોના નામ અને અન્ય વિગતો સાથેનું પરિણામ પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે.

🔗 વધુ માહિતી માટે:👇

https://gprb.gujarat.gov.in/writereaddata/portal/images/pdf/Succeful_Candidates.pdf

👉ઉમેદવારો ભરતી સંબંધિત વધુ માહિતી અને પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ lrdgujarat2021.in પરથી મેળવી શકશે.

👍અભિનંદન: અંતિમ પસંદગી પામેલા તમામ ઉમેદવારોને ગુજરાત પોલીસ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Trending

Exit mobile version