Connect with us

Gujarat

ગરીબોની પહોંચથી દૂર છે “વિકાસ” : પ્રસુતાને 3 કિમિ ઉંચકીને લઈ જવી પડી, અંતે મોત થયું

Published

on

તુરખેડામાં રસ્તાના અભાવે આ મહિલાને ઝોળીમાં નાખીને ત્રણ કિલોમીટરનો રસ્તો કાપવામાં ભારે કઠિનાઈ ભોગવવી પડી હતી

  • એમ્બ્યુલન્સમાં ક્વાંટથી છોટાઉદેપુર અને ત્યાંથી વડોદરા રિફર કરાઈ હતી
  • પ્રસૂતિ થાય તે પહેલાં મૃત્યુ થયું હતું
  • રસ્તાની સુવિધા ન મળતા ગત વર્ષે પણ એક મહિલાનું મોત થયું હતું

જ્યાં વિકાસ ન નામે મોટી વાતો  નેતાઓ ની થાય ત્યાં છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડ્યા બાદ ઝોળીમાં નાખી ત્રણ કિમી સુધી ઊંચકીને લઈ જવાયા પછી એમ્બ્યુલન્સમાં ક્વાંટથી છોટાઉદેપુર અને ત્યાંથી વડોદરા રિફર કરાઈ હતી, પરંતુ પ્રસૂતિ થાય તે પહેલાં જ મહિલાનું મૃત્યુ થયું હતું.  છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામના ખૈંડી ફળિયાની મહિલા વાણસીબેન રાજુભાઈ નાયકાના પરિવારમાં ચાર સંતાનો છે. જેને પાંચમી પ્રસૂતિમાં પીડા ઉપડતા આજુબાજુના યુવાનો તેમજ પરિવારના સભ્યો ઝોળી બનાવીને તુરખેડા ના ખૈંડી ફળિયાથી સાવધા ફળિયા સુધી ત્રણ કિલોમીટર ઝોળીમાં ઉંચકીને લાવ્યા હતા. 

જ્યારે તુરખેડામાં રસ્તાના અભાવે આ મહિલાને ઝોળીમાં નાખીને ત્રણ કિલોમીટરનો રસ્તો કાપવામાં ભારે કઠિનાઈ ભોગવવી પડી હતી. ત્યારબાદ સાવધા ફળિયાથી 108 એમ્બ્યુલન્સમાં આ મહિલાને કવાંટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં લઈ જવાઈ હતી. કવાંટથી તેને છોટાઉદેપુર ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવતા ત્યાંથી  વધુ સારવાર માટે વડોદરા ખાતે એસ એસ જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પરંતુ પ્રસૂતિ થાય તે પહેલાં મૃત્યુ થયું હતું. તુરખેડા ગામે 7 ફળિયા આવેલા છે. ગામની 4000 જેટલી વસ્તી છે. 

વિકાસ ની વાતુ ની વચ્ચે આઝાદીના વર્ષો પછી પણ આ ફળિયાને રસ્તાની સુવિધા મળી નથી. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્યની સેવાઓ નિમ્ન કક્ષાની છે.કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોવા છતાંય આ મહિલાને છોટાઉદેપુર મોકલવામાં આવી હતી. જ્યારે છોટાઉદેપુર ખાતે સિવિલ હોસ્પિટલ હોવા છતાંય તેને વડોદરા ખાતે રિફર કરાઈ હતી. આ સમય દરમિયાન મહિલાની હાલત કફોડી બનતા મહિલાનું મોત થયું છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સરકાર અમારા વિસ્તારમાં રસ્તા બનાવતી નથી.રસ્તાની સુવિધા ન મળતા ગત વર્ષે પણ એક મહિલાનું મોત થયું હતું.જ્યારે ફરી એક મહિલાનું મોત થયું છે. 

Vadodara52 minutes ago

ચેતજો! ટ્રેડિંગમાં 29 લાખનો નફો જોઈ વડોદરાના યુવાને 20 લાખ ગુમાવ્યા, ‘Hi’ મેસેજથી થઈ હતી ઠગાઈની શરૂઆત.

Vadodara3 hours ago

ઓપરેશન પરાક્રમ: વડોદરા LCBએ T-20 વર્લ્ડ કપ પર સટ્ટો રમાડતા મહેસાણા-ગોધરાના શખ્સોને દબોચ્યા.

Gujarat4 hours ago

ગુજરાત AAPમાં મોટું ભંગાણ: દિગ્ગજ ખેડૂત નેતા રાજુ કરપડાનો પક્ષને ‘રામ-રામ’

Madhya Gujarat4 hours ago

અમદાવાદના સુખરામનગરમાં ક્વાર્ટર્સની ગેલેરી તૂટી, 15થી 20 લોકો ફસાયા, બચાવ કામગીરી ચાલુ.

Vadodara6 hours ago

સનફાર્મા રોડ પર ગુંડાગીરી:રૂપિયાની લેતી-દેતીમાં ફર્નિચરના વેપારી પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો

Vadodara21 hours ago

વડોદરા ક્રાઇમ બ્રાન્ચનો સપાટો: વિદેશી સ્ટેરોઇડ્સ અને હોર્મોન ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો.

Gujarat22 hours ago

અમદાવાદ: ઈસનપુરના ગુરુકૃપા એસ્ટેટમાં કેમિકલ ફેક્ટરી ભડકે બળી, દૂર-દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા.

Tech Fact22 hours ago

શું છે Fake BTS ટેકનિક? સાયબર માફિયાઓ કેવી રીતે બદલી રહ્યા છે તમારા ફોનનું નેટવર્ક?

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech4 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara2 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara3 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National3 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli3 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat4 months ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Trending