Gujarat

પાક નુકસાન સહાય પેકેજ: ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.22,000 – વધુમાં વધુ કેટલું વળતર મળશે?

Published

on

સરકારે કુલ 9,815 કરોડ રૂપિયાનું રાહત પેકેજ તૈયાર કર્યું છે, જેમાં કોઇ ખેડૂત બાકાત રહેશે નહિ. ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાનું વળતર મળશે.

  • કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે કમોસમી વરસાદથી રાજ્યના 16,500 ગામોમાં આશરે 44 લાખ હેક્ટર વાવેતર વિસ્તારને નુકસાન.
  • 9 નવેમ્બરથી સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 15 હજાર કરોડના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ કરશે.

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર થઈ છે. માવઠાના કારણે તૈયાર પાકને ભારે નુકસાન થતાં સરકારે ખેડૂતોને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે.કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે કમોસમી વરસાદથી રાજ્યના 16,500 ગામોમાં આશરે 44 લાખ હેક્ટર વાવેતર વિસ્તારને નુકસાન થયું છે.

આ કારણસર સરકારે કુલ 9,815 કરોડ રૂપિયાનું રાહત પેકેજ તૈયાર કર્યું છે, જેમાં કોઇ ખેડૂત બાકાત રહેશે નહિ. ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાનું વળતર મળશે અને આ સહાય વધુમાં વધુ બે હેક્ટરના વિસ્તાર સુધી અપાશે.રાજ્ય સરકારે આર્થિક સહાય સાથે જ ખેડૂતોને ટેકો આપવા માટે વધારાનો નિર્ણય પણ લીધો છે.

9 નવેમ્બરથી સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 15 હજાર કરોડના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ કરશે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગના મંત્રીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે ખેડૂતોની ચિંતા રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને કોઈ ખેડૂતને નુકસાન બદલ એકલો મુકવામાં આવશે નહિ.આ પેકેજથી રાજ્યના લાખો ખેડૂતોને રાહત મળી રહેવાની આશા છે.

Trending

Exit mobile version