વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક સ્કોર્પિયો કારના ચાલકે ચાલવા નીકળેલા દંપતિને અડફેટે લીધું હતું અને કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી. હિટ એન્ડ રનની આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું, જ્યારે પતિને હાથ, પગ અને પાંસળીઓના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સમા પોલીસ દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કાર અકસ્માત કર્યા બાદ પલટી ગઈ હતી, આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.
વડોદરા શહેરના સમા રોડ પર આવેલ ભવિતા પાર્ક સોસાયટીમાં રહેતા બીપીનભાઇ જેરામભાઈ પ્રજાપતીએ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત રાત્રે 11 વાગ્યે હું મારા ઘરે હાજર હતો, ત્યારે મારા એક મિત્રનો મારા મોબાઇલ ફોન ઉપર ફોન આવ્યો હતો કે, તમે તાત્કાલીક પ્રિત પાર્ટી પ્લોટની બાજુમા આવી જાઓ, તમારા સાળા વિપુલભાઇ અને તેમના પત્ની શિલ્પાબેનને અકસ્માત થયો છે, જેથી હું તથા મારી નજીકમાં રહેતા મારા સાઢુ રોહિતભાઇ સવાણી અમારી ગાડી લઇને પ્રિત પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયેલા હતા.
Advertisement
જ્યાં મારા સાળા વિપુલભાઈ અને તેમની પત્ની શિલ્પાબેનને સ્કોર્પિયો કાર (GJ-23-M-8877)એ ટક્કર મારી હતી અને કાર ચાલક અકસ્માત કરીને ત્યાંથી ભાગી છુટ્યો હતો. શિલ્પાબેન ને ગંભીર પહોંચી હોવાથી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ મારા સાળાને જમણા પગ ડાબા હાથ અને પાંસળીઓમાં પહોંચે તે જે તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર તે પહોંચાડવામાં આવ્યા હતા. જેથી અમે પહોંચી ગયા હતા. જ મારા શાળા વિપુલભાઈને આઇસીઓમાં દાખલ કરવામાં આવેલા છે.
ઘટનાની જાણ થતા સમા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને પોલીસે આરોપી કારચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આસપાસના CCTV ચેક કરતા એક CCTVમાં કાર અકસ્માત કરીને પલટી મારી જતી દેખાય છે. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળેટોળે એકત્ર થઈ ગયા હતા.
સ્કોર્પિયો કાર ખૂબ જ પૂરપાટ ઝડપે જઈ રહી હતી, જેથી અકસ્માત કર્યા બાદ કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર હોસ્પિટલની પાળી તોડી અને અને લાઇટનો થાંભલો તોડીને હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી.