Vadodara

ઉત્તરાયણની ખરીદી કરવા વડોદરા આવેલ યુવકનું છાતીમાં દુખાવો ઉપડતા મોત, ઈકો ગાડીની પાછળની સીટ પર થી મૃતદેહ મળી આવ્યો

Published

on

વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ પાસેથી ઈકો કારમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી ગોત્રી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. કાર માંથી મૃતદેહ મળી આવ્યો હોવાની વાત વાયુ વેગે પસરી જતા સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા

આ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર ગોધરાની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરવાની સાથે સ્કૂલ વર્ધી મમારતો વિશાલ પ્રવિણચંદ્ર પટેલ ઉત્તરાયણ પર્વ નિમિતે ખરીદી કરવા વડોદરા શહેરમાં આવ્યો હતો દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તે ઈકો ગાડીમાં પાછળની સીટ પર જઈ સૂઈ ગયો હતો તે દરમિયાન ત્યાં થી પસાર થતા એક રાહદારીએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો યુવકનું મોત હૃદય રોગના હુમલાથી નીપજ્યું હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ

Advertisement

Trending

Exit mobile version