Vadodara

કાઉન્સિલર સાથે મારામારીનો આખરે ભાંડો ફૂટ્યો, માસ્ક મેન તરીકે પ્રચલિત શ્રેય પટેલે વિડીયો વાયરલ નહિ કરવા 50 લાખની ખંડણી માંગી

Published

on

  • વિશેષ ઠક્કર દ્વારા ગોત્રી પોલીસ મથકે માસ્કમેન શ્રેય પટેલ અને અન્ય બે સખ્શો વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપવામાં આવી
  • ફરિયાદી વિશેષ ઠક્કર સહીત વોર્ડ 12ના ભાજપના નગરસેવક સ્મિત પટેલનો મારામારીનો વિડીયો વાયરલ નહિ કરવા 50 લાખ માંગ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ
  • 25 સપ્ટેમ્બરે બનેલી ઘટનામાં સમાધાન કર્યા બાદ 9 ઓકટોબરથી ખંડણી માંગવાની શરૂઆત થતા આખરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી

શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગણેશ વિસર્જન સમયે એક ભાજપના એક નગરસેવકની પ્રજાએ ધોલાઈ કરી હોવાના સમાચાર ફેક્ટ ફાઈન્ડર દ્વારા બીજી ઓકટોબરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.

જે સમાચારને આજે સમર્થન મળતા આ ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. આ ઘટના સાથે જોડાયેલા પશ્ચિમ વિસ્તારના નગરસેવક સ્મિત પટેલ અને તેના મિત્ર પાસે ઘટનાનો વિડીયો વાયરલ નહિ કરવા માટે માસ્ક મેન તરીકે પ્રચલિત થયેલા શ્રેય પટેલે 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાની ફરિયાદ ઘટનાના એક મહિના બાદ ગોત્રી પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં સ્મિત પટેલ અને તેમના મિત્રો સાથે મારામારી કરીને તેના વિડીયો બનાવીને વાયરલ નહિ કરવાની ધમકી આપી વારંવાર રૂપિયા માંગ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવનાર ફરિયાદી વિશેષ ઠક્કરે જણાવ્યું હતું કે, ગણપતિ સ્થાપનાના થોડાક સમય પહેલા વાસણા વિસ્તારના એક કેફેમાં તેઓ મિત્રો સાથે બેઠા હતા ત્યારે માસ્ક મેન તરીકે ઓળખાતા શ્રેય પટેલ તેમની પાસે આવ્યો હતો અને ગણપતિનો ફાળો આપવો પડશે તેમ જણાવ્યું હતું. ફરિયાદી વિશેષ ઠક્કરે માંગ્યા પ્રમાણે ફાળો આપવાની નાં પાડતા શ્રેય પટેલ ધમકી આપીને ચાલ્યો ગયો હતો.

જે બાદ 25 સપ્ટેમ્બરના રોજ રાત્રે 2-3 વાગ્યે ફરિયાદી વિશેષ ઠક્કર પોતાના ઘરની બહાર ગાડી પાસે ઉભા હતા ત્યારે માસ્ક મેન શ્રેય પટેલ અને તેના કેટલાક સાથીઓ આવ્યા હતા. અને મારામારી શરુ કરી દીધી હતી. ઘટનામાં વિસ્તારના નગરસેવક સ્મિત પટેલ તેમણે છોડાવવા વચ્ચે પડતા સ્મિત પટેલ સાથે પણ મારામારી કરવામાં આવી હતી. આ ઘટના બનતા સ્થળ પર પોલીસ આવી જતા પોલીસ બંને પક્ષોને ગોત્રી પોલીસ મથકે લઇ ગઈ હતી. અને 25 સપ્ટેમ્બરે રાત્રે બંને પક્ષો વચ્ચે પોલીસ મથકે સમાધાન થઇ ગયું હતું.

મારમારી થઇ તે સમયનો વિડીયો શ્રેય પટેલ(માસ્ક મેન) પાસે હતો જેથી 9 ઓકટોબરના રોજ શ્રેય પટેલે ફરિયાદીના મિત્ર અને વોર્ડ 12ના ભાજપના કાઉન્સિલર સ્મિત પટેલનો સંપર્ક કર્યો હતો. અને વિડીયો વાયરલ નહિ કરવા માટે અને રાજકીય પ્રતિષ્ઠાને નુકશાન નહિ પહોચાડવા માટે 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જોકે ફરિયાદી વિશેષ ઠક્કર બહારગામ હોય તેઓ આવ્યા બાદ માસ્ક મેન શ્રેય પટેલ સામે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન શ્રેય પટેલે કાઉન્સિલર સ્મિત પટેલ સાથે મીટીંગ પણ કરી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગત રાત્રે સમગ્ર ઘટનામાં આરોપી માસ્કમેન શ્રેય પટેલ સહીત અન્ય બે શખ્સો વિરુદ્ધ ફરિયાદી વિશેષ ઠક્કરે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. મહત્વની બાબતએ છે કે, આ ફરિયાદની સત્યતા કેટલી? એ તપાસનો વિષય ચેલ. પરંતુ બે દિવસ પહેલા ભાજપના કાર્યક્રમની પૂર્વ રાત્રીએ માસ્કમેન શ્રેય પટેલ સંચાલિત ક્રાંતિકારી સેનાએ PRO MODI, ANTI BJP ના સુત્ર સાથેના પોસ્ટર લગાવ્યા બાદ અચાનક થયેર્લી કાર્યવાહી આ ઘટનાને રાજકીય કિન્નાખોરીનું સ્વરૂપ આપી રહી છે.

ખંડણી નગરસેવક પાસે માંગવામાં આવી હતી, તો 9 તારીખથી શરુ થયેલી ઘટનામાં નગરસેવક પોતે ફરિયાદી કેમ ન બન્યા? અને ક્રાંતિકારી સેનાના નામે પોસ્ટર લાગ્યા બાદ ફરિયાદ કેમ નોંધાઈ ? તે પણ તપાસનો વિષય છે. આરોપી શ્રેય પટેલ પાસેના વિડીયોમાં એવું તો શું હતું કે 50 લાખની ખંડણી માંગવામાં આવે ? ફક્ત મારમારીનો વિડીયો હતો કે, બીજી કોઈ પ્રવૃત્તિ થઇ હતી, તે દિશામાં પોલીસે પ્રકાશ પાડવો જોઈએ!!

Trending

Exit mobile version