Connect with us

Vadodara

તાજીયા વિસર્જન વેળાએ યુવક તળાવમાં ડૂબ્યો, વ્યવસ્થામાં પાલિકા નિષ્ફળ

Published

on

  • વારસિયાના સરસિયા તળાવ ખાતે તાજીયા વિસર્જન માટે લવાયા હતા. તે દરમિયાન યુવક તળાવમાં ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે
  • સરસિયા તળાવ બહાર પોલીસ અને અંદર ફાયર બ્રિગેડ તૈનાત
  • તાજીયા વિસર્જન સમયે યુવક તળાવમાં ડૂબતા રેસ્ક્યૂ કરાયું
  • એક ઓવારેથી છોકરાને દુર કરીએ તો બીજાએથી પ્રવેશી જાય છે

આજે વડોદરાના વારસિયામાં આવેલા સરસિયા તળાવમાં તાજીયા વિસર્જન ટાણે યુવક ડૂબ્યો હતો. ઘટના અંગે જાણ થતા જ યુવકને શોધવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. તે બાદ ગણતરીના સમયમાં જ યુવકને અર્ધ બેહોશ હાલતમાં રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. યુવક પરિવારના સભ્યોને જાણ કર્યા વગર જ તાજીયા વિસર્જન કરવા માટે આવી પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવકને તળાવમાંથી રેસ્ક્યૂ કરીને તેને પ્રાથમિક સીપીઆર આપવામાં આવ્યો હતો. હાલ તેને એમ્બ્યૂલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. યુવકને બચાવવા માટે તંત્રએ અંતિમ ઘડી સુધઘી પ્રયત્નો હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે તાજીયા વિસર્જનનો દિવસ છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી તાજીયા જુલુસ સ્વરૂપે લાવવામાં આવી રહ્યા છે. તાજીયા વિસર્જનને ધ્યાને રાખીને પોલીસે લોખંડી બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. આજે સવારે વારસિયાના સરસિયા તળાવ ખાતે તાજીયા વિસર્જન માટે લાવવામાં આવ્યા હતા. તે દરમિયાન યુવક તળાવમાં ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. ગણતરીના સમયમાં જ યુવકને અર્ધ બેભાન હાલતમાં રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે. યુવકનું રેસ્ક્યૂ કરીને તેનો જીવ બચાવવા માટે તેને પ્રાથમિક સીપીઆર આપવામાં આવ્યું હતું. જો કે, આ સીપીઆરનો તેના શરીર તરફથી કોઇ રિસ્પોન્સ ના મળ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. બાદમાં યુવકને એમ્બ્યૂલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.

તાજીયા કમિટીના અગ્રણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમે બાળકોને પ્રવેશવા દેતા નથી. પરંતુ તેમને એક ઓવારા પરથી ભગાડીએ તો બીજા ઓવારેથી તળાવમાં પ્રવેશી જાય છે. આ છોકરમતમાં થયેલી ઘટના છે. અમે બાળકોને પ્રવેશવા દેતા નથી. તળાવ બહાર પોલીસ અને તળાવામાં ફાયર બ્રિગેડના જવાનો તૈનાત હતા.

Continue Reading
Dabhoi9 minutes ago

વડોદરા ગ્રામ્ય પોલીસને મોટી સફળતા: ડબોઈ અને જરોદની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, ૨ રીઢા આરોપીઓ ઝડપાયા

Vadodara22 hours ago

વડોદરા: મહારાષ્ટ્રના અપહરણ અને હત્યાના પ્રયાસના ગુનાના બે આરોપીઓ સયાજીગંજ પોલીસના સકંજામાં

Vadodara22 hours ago

વડોદરામાં બિલ્ડર પતિની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી; સ્કૂલ પરિસરમાં જ મચાવ્યો હોબાળો

Vadodara1 day ago

વડોદરા ગ્રામ્ય LCB ને મળી મોટી સફળતા; બે મંદિરોમાં ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો

Vadodara2 days ago

દીકરીઓની સુરક્ષા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન: “ભોળી દીકરીઓ કોઈનો શિકાર બને તો સમાજ મદદે આવે.”

Vadodara2 days ago

વડોદરા : 7 વર્ષની માસૂમ પૌત્રી સાથે દાદાએ કર્યા શારીરિક અડપલાં, કપૂરાઈ પોલીસે નોંધ્યો POCSO હેઠળ ગુનો

Vadodara2 days ago

સહકારી ક્ષેત્રમાં ભાજપની હાલત દયનીય,એક તરફ નોટીસ અને બીજી તરફ બોર્ડને મેન્ડેટ!

Padra2 days ago

પાદરામાં પથ્થર ભરેલી ટ્રક પલટી: મહાકાળી મંદિર પાસે સર્જાયો ગંભીર અકસ્માત, ચાલક લોહીલુહાણ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor6 days ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara6 days ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli2 weeks ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending