Connect with us

Vadodara

સંતાનના નકલી બર્થ સર્ટિફિકેટ સાથે મહિલા ઝડપાઇ, પોલીસ તપાસ શરૂ

Published

on

  • આજે સવારે વડોદરાના પૂર્વ ઝોનમાં આવેલી વહીવટી વોર્ડ નં – 4 ની કચેરીએ એક મહિલા તેના સંતાનનું આધાર કાર્ડ કઢાવવા પહોંચી હતી
  • વડોદરામાં નકલી ઓળખ પુરાવા ઉભા કરવાનો સિલસિલો યથાવત
  • આજે સવારે વોર્ડ નં – 4 ની કચેરીએ પહોંચેલી મહિલા પાસેથી નકલી બર્થ સર્ટિફિકેટ મળ્યું
  • નકલખોરોને ડામવા તંત્રને જોઈએ તેવી સફળતા મળી નહીં

વડોદરા ના વહીવટી વોર્ડ નં – 4 ની કચેરીએ મહિલા પોતાના સંતાનનું આધાર કાર્ડ કઢાવવા આજે સવારે પહોંચી હતી. મહિલાએ રજુ કરેલું બર્થ સર્ટિફિકેટ બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવ્યું છે. ઘટનાને પગલે પાલિકા સત્તાધીશો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા છે. અને મહિલાની અટકાયત કરીને આ મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. આ મામલે મહિલા અને તેનું સંતાન ડરી ગયા હોવાથી તેઓ મીડિયા સમક્ષ કોઇ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.

વડોદરામાં બોગસ ઓળખ પત્રો મળી આવવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. આજે સવારે વડોદરાના પૂર્વ ઝોનમાં આવેલી વહીવટી વોર્ડ નં – 4 ની કચેરીએ એક મહિલા તેના સંતાનનું આધાર કાર્ડ કઢાવવા પહોંચી હતી. દરમિયાન તેણે રજુ કરેલું બર્થ સર્ટિફિકેટ બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવ્યું હતું. જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા. અને મહિલાની અટકાયત કરીને તેની વધુ પુછપરછ હાથ ધરવાની દિશામાં તપાસ લંબાવી હતી. મહિલા પાસેથી એક લાલ કલરનું અને એક ભૂરા કલરનું સર્ટિફિકેટ મળી આવ્યું હતું. તે પૈકીનું એક બનાવટી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

પ્રાથમિક સુત્રોથી પ્રાપ્ત વિગતો અનુસાર, મારવાડી સંજુ મણીલાલ અને તેજલ બેનની દિકરી મેઘનાનું આધાર કાર્ડ કઢાવવાનું હતું. મહિલા પોતાની બે સર્ટિફિટેક લઇને આવ્યા હતા. તે પૈકી એક સર્ટિફિકેટમાં તુલસી પેલેસ, અમરોલી, સુરતનું સરનામું હતું. મહિલાએ બીજુ સર્ટિફિકેટ રજુ કર્યું હતું, તે તેણીએ કોઇ એજન્ટ પાસેથી રૂ. 500 આપીને મેળવ્યું હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે વારસિયા પોલીસ મથક દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અનેક વખત શહેરમાં બનાવટી ઓળખના પુરાવા ઉભા કરાયાનું હોવાનું સામે આવ્યું હતું. તે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી. છતાં આજદિન સુધી બનાવટી ઓળખ પુરાવા ઉભા કરવાનો સિલસિલો અટકાવવામાં સફળતા મળી નથી.

Continue Reading
International11 hours ago

ટ્રમ્પના ‘ડેડલાઈન’ અલ્ટીમેટમ બાદ ઈરાન પર ચોતરફા હુમલા, ખાર્ગ ટાપુ અને રેલવે બ્રિજ બન્યા નિશાન

Dabhoi13 hours ago

ડભોઇ: ચાંદોદની સીમમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, મકાઈનો પાક બળીને ખાખ થતા ખેડૂતને આર્થિક ફટકો

Gujarat13 hours ago

ગુજરાત-રાજસ્થાન ATSનું મેગા ઓપરેશન: પાકિસ્તાની ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ; ₹25 કરોડનું મેથામ્ફેટામાઈન જપ્ત

Vadodara14 hours ago

વડોદરા: મેલડી માતાના મંદિરમાં ચોરી કરનાર સગીર સહિત 3ની અટકાયત; ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો

Vadodara14 hours ago

ચૂંટણી ટાણે વડોદરા પોલીસ ‘સજ્જ’: ૧૧ ચેકપોસ્ટ અને હથિયારોની જપ્તી; કમિશનરે અધિકારીઓને આપી કડક સૂચના

Vadodara15 hours ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara19 hours ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara1 day ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara15 hours ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara19 hours ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara1 day ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat1 day ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara5 days ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara1 week ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara2 weeks ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara2 weeks ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Trending