વડોદરા શહેરમાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને ડામવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલની સૂચનાથી LCB ઝોન-4 ની ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બે શખ્સોને ઝડપી પાડી, કુલ 6 વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે.
- કેવી રીતે ઝડપાયા: LCB ઝોન-4 ના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે અ.હે.કો. અભયરાજસિંહ અને વનરાજસિંહને બાતમી મળી હતી કે ફતેપુરાથી અડાણીયા પુલ તરફ બે ઇસમો ચોરીના પલ્સર બાઇક સાથે પસાર થવાના છે. બાતમી મુજબના વર્ણનવાળા શખ્સોને અટકાવી પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
- આરોપીઓની કબૂલાત: પકડાયેલા શખ્સોની કડકાઈથી પૂછપરછ કરતા તેઓએ કબૂલ્યું હતું કે આ પલ્સર બાઇક તેઓએ કાલુપુરા સુધરાય સ્ટોર પાસેથી ચોર્યું હતું. વધુ તપાસમાં અન્ય 5 ટુ-વ્હીલર પણ અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી.
👉પકડાયેલ આરોપીઓ:
- યશ ઉર્ફે ગર્દૂ પ્રદીપભાઇ યાદવ (23 વર્ષ) – રહે. કાલુપુરા, વડોદરા.
- બંકીમ રમેશભાઇ તડવી (19 વર્ષ) – રહે. કુંભારવાડા, વડોદરા.
✍️કબજે કરેલ મુદ્દામાલ (કુલ કિંમત: ₹3,85,000):
પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબના વાહનો રિકવર કર્યા છે:
- બજાજ પલ્સર (GJ-06-QH-1569)
- એક્ટીવા (GJ-06-SJ-8968)
- સ્પેલન્ડર (GJ-17-CJ-7989)
- સુઝુકી એક્સેસ (GJ-06-QJ-5212)
- ટીવીએસ એન્ટોર્ક (GJ-06-QJ-3782)
- એક્ટીવા (GJ-06-NL-0345)
🚨ઉકેલાયેલા ગુનાઓ:
આ કાર્યવાહીથી સીટી, પાણીગેટ, હરણી, વારસીયા અને બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 06 ગુનાઓ ડિટેક્ટ થયા છે. તમામ ગુનાઓ B.N.S. કલમ-303(2) મુજબ નોંધાયેલા છે.