- એક્શન મોડમાં પાલિકા: જાહેર માર્ગો પર પશુઓનો જમાવડો અને ગંદકી ફેલાવનાર પશુપાલકો સામે VMCની કડક કાર્યવાહી.
- વોર્ડ 9 માં દંડનો કોરડો: પાર્વતી નગર અને સેવાસી કેનાલ પાસે રસ્તા પર ગંદકી કરનાર પશુ માલિક પાસેથી દંડની વસૂલાત.
- વોર્ડ 16 માં નોટિસ: ગાજરાવાડી વિસ્તારમાં પશુઓ ખુલ્લા છોડી દેનાર માલિક સામે પાલિકાની લાલ આંખ; અપાઈ કડક ચેતવણી.
- ગંભીર અભિયાન: દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા ‘One Day One Road’ અભિયાન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ તેજ.
વડોદરા: વડોદરા શહેરને રખડતા પશુઓથી મુક્ત કરવા અને જાહેર માર્ગો પર સ્વચ્છતા જાળવવા માટે વડોદરા મહાનગરપાલિકા (VMC) હવે કડક વલણ અપનાવી રહી છે. પાલિકાની દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા શરૂ કરાયેલા ‘વન ડે વન રોડ પ્રોગ્રામ’ અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પશુ માલિકો સામે દંડાત્મક કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
📌સમગ્ર કાર્યવાહીની વિગત:
ગઈકાલે વોર્ડ નંબર 09 ના વિસ્તારમાં આવતા પાર્વતી નગર અને સેવાસી કેનાલ પાસે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અહીં એક પશુ માલિક દ્વારા જાહેર માર્ગ પર ગંદકી ફેલાવવામાં આવી હોવાનું સામે આવતા પાલિકાની ટીમે સ્થળ પર જ દંડ ફટકારી કડક સૂચના આપી હતી.
🧐ગાજરાવાડીમાં પણ લાલ આંખ:
બીજી તરફ, વોર્ડ નંબર 16 ના ગાજરાવાડી વિસ્તારમાં પણ પાલિકાની ટીમે દરોડો પાડ્યો હતો. અહીં પશુઓને રસ્તા પર રઝળતા છોડી દેનાર પશુ માલિકને નોટિસ ફટકારવામાં આવી છે. પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો પશુઓને બાંધી રાખવામાં નહીં આવે અને રસ્તા પર ન્યુસન્સ ફેલાવવામાં આવશે, તો આગામી સમયમાં પશુઓ જપ્ત કરવા જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
👉સ્વચ્છતા અને સુરક્ષા પર ભાર:
VMC ના આ વિશેષ અભિયાનનો મુખ્ય હેતુ શહેરના મુખ્ય માર્ગો પર પશુઓના કારણે સર્જાતા અકસ્માતો અટકાવવાનો અને ગંદકી દૂર કરવાનો છે. આગામી દિવસોમાં આ અભિયાન વધુ વેગવંતુ બનશે તેવા સંકેતો મળી રહ્યા છે.
🫵પાલિકાની આ કડકાઈ પશુપાલકોને શિસ્તમાં લાવશે કે કેમ તે જોવું રહ્યું.