Vadodara

વડોદરા : બેફામ ફટાકડાએ સર્જી આગની દુર્ઘટના, મકરપુરા પેન્ટહાઉસમાં ભરચક નુકસાન

Published

on

દિવાળીના સમયે ફટાકડાની બેદરકારી ચિંતાજનક,મકરપુરા ડેપો પાછળ સ્ટેરી હાઇટ્સ પેન્ટહાઉસમાં આગની ઘટના.

  • રીન્યુવેશન દરમિયાન ઘરવખરી બહાર મુકવામાં આવી હતી
  • ફટાકડાના તણખાથી આગ લાગી હોવાનો અનુમાન,થોડી જ વારમાં સમગ્ર સામાન બળી ખાક
  • ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો,કોઈ જાનહાની નહીં, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન

વડોદરાના મકરપુરા વિસ્તારમાં સ્થિત સ્ટેરી હાઇટ્સ પેન્ટહાઉસમાં દિવાળી પૂર્વે આગની ઘટના બની હતી. પેન્ટહાઉસમાં રીન્યુવેશનનું કામ ચાલુ હતું અને ઘરવખરી તાત્કાલિક બહાર મુકવામાં આવી હતી. અચાનક નજીક ફોડાયેલા ફટાકડાના તણખાથી આ સામાનમાં આગ લાગી અને થોડી જ વારમાં ધગધગતી જ્વાળાઓએ સમગ્ર ઘરવખરીને બળી ખાક કરી નાખી.

સ્થાનિક લોકો અને સુરક્ષા ગાર્ડ્સે તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા, ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. દિવાળીના તહેવાર દરમિયાન બેફામ ફટાકડાના ઉપયોગથી આ પ્રકારની ઘટના સામે આવી છે.

Trending

Exit mobile version