ગઈકાલે મોડી રાત્રે બે જણા આવ્યા હતા. પરંતુ સ્પા બંધ કરવાનો સમય હોવાથી મેનેજરે સર્વિસ આપવાનો ઇન્કાર કર્યો હતો.
- સમા સાવલી રોડ પર નાઇન સ્ક્વેર નામનું સ્પા આવેલું છે.
- સ્પા બંધ કરવાનો સમય હોવાથી મેનેજરે સર્વિસ આપવાનો ઇન્કાર કર્યો
- બંને પીધેલા વ્યક્તિ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળા ગાળી કરવા માંડ્યા
વડોદરા સમા વિસ્તારમાં આવેલા એક સ્પામાં રાતે મસાજ કરાવવા જીદે ચડેલા બે પીધેલા મિત્રોએ ધાંધલ મચાવી, સંચાલિકા સાથે ઝપાઝપી કરી.
તે ભાયલીના સેન્ટર એપાર્ટમેન્ટમાં રહેતા મહારાષ્ટ્રના મીનલબેન વિલ્સને પોલીસને કહ્યું છે કે સમા સાવલી રોડ પર નાઇન સ્ક્વેર ખાતે મારું સ્પા આવેલું છે. જેમાં મસાજ કરાવવા માટે ગઈકાલે મોડી રાત્રે બે જણા આવ્યા હતા. પરંતુ સ્પા બંધ કરવાનો સમય હોવાથી મેનેજરે સર્વિસ આપવાનો ઇન્કાર કર્યો હતો.
જ્યારે ના કહેવાથી જેથી બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળા ગાળી કરવા માંડ્યા હતા. જેથી મહિલા સ્ટાફ પણ બહાર આવી ગયો હતો. હું પણ સ્પા પર આવી ગઈ હતી અને તે વખતે બંને જણાએ મસાજ તો કરી જ આપવી પડશે.. નીચે આવ હું જોઈ લઈશ અહીં ધંધો નહીં કરવા દઈએ… તેમ કહી મારી સાથે ઝપાઝપી કરી ધમકીઓ આપી હતી અને પાર્કિંગમાં જઈ મોટે મોટેથી બુમરાણ મચાવતા હતા.