Vadodara

વડોદરા: ભાયલીની સ્પ્રિંગ્સ રીટ્રીટ સોસાયટીમાં વિધર્મીને ફ્લેટ વેચાતા રહીશોનો ભારે હોબાળો

Published

on

  • સ્થળ: સ્પ્રિંગ્સ રીટ્રીટ સોસાયટી, ભાયલી.
  • મુખ્ય પક્ષ: પ્રમુખ અમર મહેન્દ્ર શાહ અને 54 રહીશો.
  • આક્ષેપ: NOC વગર અને જાણ બહાર વિધર્મીને દસ્તાવેજ કરી આપવો.
  • ધાર્મિક કારણ: 3 મંદિરો અને નિર્માણધીન જૈન મંદિરની હાજરી.
  • માંગ: ભાયલીમાં તાત્કાલિક અશાંતધારો (Disturbed Areas Act) લાગુ કરવો.

વડોદરા: વડોદરાના પોશ ગણાતા ભાયલી વિસ્તારમાં આવેલી સ્પ્રિંગ્સ રીટ્રીટ (Springs Retreat) સોસાયટીમાં મિલકત હસ્તાંતરણને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સોસાયટીના 54 પરિવારોએ એકસૂરે આક્ષેપ કર્યો છે કે, નિયમોને નેવે મૂકીને વિધર્મી પરિવારને ફ્લેટ વેચવામાં આવ્યો છે.સોસાયટી ના તમામ રહીશો અટલાદરા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા.

👉સમગ્ર વિવાદની વિગતો:

સોસાયટીના પ્રમુખ અમર મહેન્દ્ર શાહના જણાવ્યા અનુસાર, ફ્લેટ નંબર B-301 ના માલિક મનોજકુમાર ભાટિયાએ  આ ફ્લેટ અમીબેન અતુલભાઈ પટેલના નામે ખરીદવામાં આવ્યો છે, જેમને તેમના પિતાનું નામ હાતીમભાઇ હૈદરાઅલી સાદરીવાલા જેને બરોબર વેંચી દેવાયો હોવાનું ખુલતા રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.સોસાયટીની કોઈપણ પ્રકારની પરવાનગી કે NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) લીધા વગર જ મિલકતનો દસ્તાવેજ કરી દીધો છે.

ધાર્મિક સંવેદનશીલતા અને રહીશોની દલીલ:

રહીશોનો વિરોધ માત્ર નિયમોના ભંગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ વિસ્તારની ધાર્મિક સંસ્કૃતિ સાથે પણ જોડાયેલો છે. રહીશોએ જણાવ્યું છે કે:

  • આ વિસ્તારમાં પહેલેથી જ 3 પવિત્ર મંદિરો આવેલા છે.
  • હાલમાં અહીં એક ભવ્ય જૈન મંદિરનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે.
  • આવા સંજોગોમાં વિધર્મી કોમ્યુનિટીના પ્રવેશથી ભવિષ્યમાં ધાર્મિક અને સામાજિક વાતાવરણ ડહોળાઈ શકે તેવી ભીતિ રહીશો સેવી રહ્યા છે.

🧐‘અશાંતધારો’ લાગુ કરવા ઉઠી માંગ:

સોસાયટીના 54 ફ્લેટ ધારકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ સોદો તેમની જાણ બહાર અને ‘બારોબાર’ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે હવે સ્થાનિકોમાં એક જ સુર ઉઠ્યો છે કે, “ભાયલીમાં તાત્કાલિક અશાંતધારો લાગુ કરવામાં આવે.” રહીશોનું માનવું છે કે અશાંતધારો જ આવા વિવાદાસ્પદ સોદાઓ અટકાવવાનું અને વિસ્તારની વસ્તીવિષયક એકતા જાળવવાનું એકમાત્ર સાધન છે.

Trending

Exit mobile version