- અસામાજિક પ્રવૃત્તિ પર પ્રહાર: પોલીસ કમિશનર નરસિંહા કોમાર સાહેબની સૂચનાથી પીસીબીએ શોધી કાઢ્યો ગણનાપાત્ર કેસ.
- બાતમીના આધારે રેડ: પાણીગેટ ચંદ્રાપ્રભાનગર વુડાના બ્લોક નંબર-02 માં ચાલતા પત્તા-પાનાના જુગારનો પર્દાફાશ.
- 11 જુગારીઓ જેલભેગા: મહાદેવ તળાવ અને ગાજરાવાડી વિસ્તારના શખ્સો હારજીતનો જુગાર રમતા ઝડપાયા.
- રૂ. 78 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત: રોકડા ₹57,040 અને 7 મોબાઈલ ફોન સાથે કાયદેસરની કાર્યવાહી.
વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે લાલઆંખ કરી, આવી પ્રવૃત્તિઓને જડમૂળથી નેસ્તનાબૂદ કરવા માટે માનનીય પોલીસ કમિશનર નરસિંહા કોમાર સાહેબ દ્વારા કડક આદેશો આપવામાં આવ્યા છે. જે અંતર્ગત પી.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીતના માર્ગદર્શન હેઠળ ટીમો સતત કાર્યરત હતી. આ દરમિયાન પીસીબીની ટીમને પાણીગેટ વિસ્તારમાં વુડાના મકાનમાં ધમધમતા મોટા જુગારધામને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.
🧐પોતાના મકાનમાં જ બેસાડી રમાડતો હતો જુગાર:
પીસીબીના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ તથા મુકેશભાઈ ભોપાભાઈને સંયુક્ત રીતે એક ચોક્કસ બાતમી મળી હતી કે, પાણીગેટ ચંદ્રાપ્રભાનગર વુડાના મકાન બ્લોક નંબર-02, મકાન નં. 10 માં રહેતો બચુભાઈ વસાવા નામનો ઇસમ પોતાના આર્થિક ફાયદા માટે પોતાના મિત્રો અને ઓળખીતાઓને ભેગા કરી, મકાનમાં બેસાડીને પત્તા-પાના અને રોકડા રૂપિયા વડે હારજીતનો નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. આ પ્રવૃત્તિ હાલ ચાલુ હોવાની પાકી માહિતિ મળતા જ પીસીબીની ટીમે બાતમીવાળા મકાન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસે જુગાર રમતા મકાન માલિક સહિત કુલ 11 ઇસમોને રંગેહાથ દબોચી લીધા હતા.
🚨પકડાયેલા આરોપીઓની યાદી:
1. બચુભાઇ કાળુભાઇ વસાવા (રહે. ચંદ્રાપ્રભાનગર વુડાના મકાન, મહાદેવ તળાવ પાસે, વાડી, વડોદરા)
2. મહેશભાઇ ભીખાભાઇ પાટણવાડીયા (રહે. ચંદ્રાપ્રભાનગર વુડાના મકાન, વાડી, વડોદરા)
3. લીલાભાઇ ભીખાભાઇ દેવીપુજક (રહે. ચંદ્રાપ્રભાનગર વુડાના મકાન, વાડી, વડોદરા)
4. નવીનભાઇ સુરેશભાઇ ચુનારા (રહે. રામરતન સોસાયટી, વિષ્ણુ કુંજની અંદર, સુરેઝ પંપીંગ પાસે, ગાજરાવાડી, વડોદરા)
5. કૃણાલ પ્રકાશરાવ ચીખલે (રહે. ચંદ્રાપ્રભાનગર વુડાના મકાન, વાડી, વડોદરા)
6. યોગેશ અભસીંગ વસાવા (રહે. ચંદ્રાપ્રભાનગર વુડાના મકાન, વાડી, વડોદરા)
7. દીપક શંભુભાઇ દેવીપુજક (રહે. ચંદ્રાપ્રભાનગર વુડાના મકાન, વાડી, વડોદરા)
8. પ્રવિણભાઇ દેવરામભાઇ વણઝારા (રહે. ચંદ્રાપ્રભાનગર ઝૂંપડપટ્ટી, મહાદેવ તળાવ પાસે, વાડી, વડોદરા)
9. રાજેશભાઇ બાબુભાઇ રાઠોડ (રહે. ચંદ્રાપ્રભાનગર ઝૂંપડપટ્ટી, મહાદેવ તળાવ પાસે, વાડી, વડોદરા)
10. વિજયભાઇ રાજુભાઇ રાઠોડ (રહે. ચંદ્રાપ્રભાનગર વુડાના મકાન, વાડી, વડોદરા)
11. શંકરભાઇ સોમાભાઇ માછી (રહે. ચંદ્રાપ્રભાનગર ઝૂંપડપટ્ટી, મહાદેવ તળાવ પાસે, વાડી, વડોદરા)
📌કબજે કરાયેલો મુદ્દામાલ:
દરોડા દરમિયાન પીસીબીની ટીમે ઘટનાસ્થળેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
- અંગઝડતી અને જમીન દાવ પરના રોકડા રૂપિયા: ₹57,040/-
- મોબાઈલ ફોન નંગ-07 (કિંમત ₹21,500/-)
- પત્તા-પાના નંગ-૫૨ અને લાઈટબિલ-01
- કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા: 78,540/-
👮પીસીબીની ટીમે તમામ 11 આરોપીઓની અટકાયત કરી, તેમની વિરૂદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.