- વારસીયા રિંગ રોડ પર મહિલાની નજર ચુકવી પર્સ ચોરનાર રીઢો ગુનેગાર જેલહવાલે.
- ₹55,000ની મત્તાની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાન્ચ.
- આરોપી શાહરૂખ ઉર્ફે નટુ પઠાણ સામે અગાઉ નોંધાયેલા છે 15 જેટલા ગંભીર ગુનાઓ.
વડોદરા શહેરમાં ગુનેગારો સામે પોલીસે લાલ આંખ કરી છે. વારસીયા વિસ્તારમાં ફ્રુટ ખરીદતી મહિલાનું પર્સ ચોરીને રફુચક્કર થઈ જનાર રીક્ષાચાલકને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. ગત 30 જાન્યુઆરીએ બનેલી આ ઘટનામાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે સફળતા મેળવી છે.
ઘટનાની વિગત મુજબ, વારસીયા રિંગ રોડ પર સજ્ાનંદ હોલ પાસે એક મહિલા પાઈનેપલ ખરીદી રહ્યા હતા, ત્યારે તેમની એક્ટિવા પર મુકેલું પર્સ જેમાં ₹50,000 રોકડા અને કિંમતી વન-પ્લસ બડ્સ હતા, તે એક અજાણ્યો રિક્ષાચાલક ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ મામલે વારસીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો તપાસમાં જોતરાઈ હતી.
પેટ્રોલિંગ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, હાથીખાના ઇન્દિરાનગર બ્રિજ પાસે શાહરૂખ ઉર્ફે નટુ પઠાણ નામનો શખ્સ શંકાસ્પદ રિક્ષા અને મુદ્દામાલ સાથે ઉભો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તેની અટકાયત કરી ઝડતી લેતા તેની પાસેથી:
- ચોરીના રોકડા રૂપિયા
- વન-પ્લસ કંપનીના એરબડ્સ
- ચોરીમાં વપરાયેલી ઓટો રિક્ષા
- અને એક મોબાઈલ ફોન મળી કુલ ₹63,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.
🚨આરોપીનો ગુનાહિત ઈતિહાસ
ઝડપાયેલો આરોપી શાહરૂખ ઉર્ફે નટુ પઠાણ કોઈ સાધારણ ચોર નથી. તેની સામે વડોદરાના વિવિધ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં:
- ચોરી, મારામારી અને રાયોટિંગના ગુના.
- જુગાર અને હથિયાર રાખવા સહિતના કુલ 15 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.
👉ક્રાઈમ બ્રાન્ચે આરોપીની સઘન પૂછપરછ કર્યા બાદ તેને વધુ તપાસ માટે વારસીયા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ કામગીરીથી શહેરમાં ચોરી કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.