Vadodara

વડોદરા: મેલડી માતાના મંદિરમાં ચોરી કરનાર સગીર સહિત 3ની અટકાયત; ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો

Published

on

  • મેલડી માતાની ચાંદીની મૂર્તિ ચોરનાર ગેંગને ક્રાઈમ બ્રાન્ચે દબોચી; પાદરાના સોનીએ મૂર્તિ ઓગાળી લગડી બનાવી દીધી.
  • સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા.
  • ચાંદીની લગડી, મોબાઈલ અને એક્ટિવા મળી કુલ ₹1.42 લાખનો મુદ્દામાલ જપ્ત.

વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલી ગિરિરાજ સોસાયટીના મેલડી માતાના મંદિરમાં થયેલી ચોરીની ઘટનાએ સ્થાનિકોમાં રોષ જગાડ્યો હતો. આ ગંભીર ગુનાની તપાસમાં લાગેલી વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

📌ઘટનાની પૃષ્ઠભૂમિ:

ગત તારીખ 4-4-2026 ના રોજ રાત્રિના સમયે છાણી જકાતનાકા પાસેના મંદિરમાંથી કોઈ અજાણ્યો શખ્સ માતાજીની ચાંદીની મૂર્તિ અને દાગીના મળી કુલ ₹72,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે ફતેગંજ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો તપાસમાં જોડાઈ હતી.

🚨તપાસ અને ધરપકડ:

તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ ચોરીમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર સંડોવાયેલો છે. સગીરની તેના વાલીની હાજરીમાં પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત કરી હતી. તપાસમાં સામે આવ્યું કે ચોરી કરેલી મૂર્તિ તેના મિત્ર જય ભીમાણી મારફતે પાદરાના સોની આશિક મલ્લીકને વેચી દેવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને શખ્સોને પણ ઝડપી પાડ્યા હતા.

🧐મુદ્દામાલની વિગત:

પાદરાના સોની આશિક મલ્લીકે ચોરીની ચાંદીની મૂર્તિને ઓગાળી નાખી હતી. પોલીસે તેની પાસેથી ચાંદીની લગડી કબજે કરી છે.

  • ચાંદીની લગડી: ₹77,740
  • મોબાઈલ ફોન (2 નંગ): ₹40,000
  • ચોરીમાં વપરાયેલ હોન્ડા એક્ટિવા: ₹25,000
  • કુલ મુદ્દામાલ: ₹1,42,940

👮ઝડપાયેલા આરોપીઓ:

૧. જય હસમુખભાઈ ભીમાણી (રહે. સમા, વડોદરા)

૨. આશિક રહેમત મલ્લીક (સોની) (રહે. પાદરા, વડોદરા)

૩. કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર કશોર

👉ક્રાઈમ બ્રાન્ચે આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આગળની વધુ તપાસ માટે આરોપીઓ અને મુદ્દામાલ ફતેગંજ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. વડોદરા પોલીસની આ કામગીરીથી ધાર્મિક સ્થાનો પર ચોરી કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Trending

Exit mobile version