Connect with us

Vadodara

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

Published

on

  • વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવથી ત્રસ્ત લોકોએ આજે તળાવ પાસે એકત્ર થઇને અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે

વડોદરાના તાંલદજા વિસ્તારમાં વગર વરસાદે મચ્છરોનો ત્રાસ વધ્યો છે. મચ્છરોથી ત્રસ્ત નાગરિકો આજે તાંદલજા તળાવ ખાતે મોટી મચ્છરદાનીઓ લઇને એકત્ર થયા હતા. અને વિસ્તારની સમસ્યા તંત્રના કાન સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કે, આ તળાવમાં ડ્રેનેજના પાણીનો નીકાલ કરવામાં આવતા તે આજે છલોછલ ભરાયું છે. અને તેના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનું અનુમાન છે. સામાન્ય રીતે ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. પરંતુ હાલ તાંદલજામાં તો વગર વરસાદે મચ્છરોનો ત્રાસ વધ્યો હોવાથી આખરે લોકોએ વિરોધનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે.

વડોદરામાં સવારે ઠંડી અને ત્યાર બાદ દિવસભર ગરમીનો અહેસાસ થાય છે. આ રૂતુમાં અનેક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. પરંતુ શહેરના તાંદલજા વિસ્તારમાં પરિસ્થિતી વધારે વિકટ હોય તેમ લાગી રહ્યું છે. શહેરના તાંદલજા વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવથી ત્રસ્ત લોકોએ આજે તળાવ પાસે એકત્ર થઇને અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અને તંત્રના કાન સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.

Advertisement

કોંગી આગેવાન અસ્ફાક મલેકની આગેવાનીમાં તાંદલજા તળાવ ખાતે રહીશો એકત્ર થયા છે. તમામ રહીશો મોટી મચ્છરદાનીને ઓઢીને વિરોધ નોંધાવી રહ્યા છે. અસ્ફાક મલેકે જણાવ્યું કે, તાંદલજા ગામના તળાવમાં વિતેલા 10 વર્ષોથી ગટરના કનેક્શનો છે. જેથી ગટરના પાણી તેમાં જાય છે. અને વિસ્તારમાં દુર્ગંધ અને મચ્છરોનું સામ્રાજ્ય ફેલાયું છે. તે બાબતે વારંવાર રજુઆતો કરવામાં આવે છે, કોઇ સાંભળતું નથી. તાંદલજાત તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવતું નથી. અમારી માંગ છે કે, તળાવની ગંદકી દુર કરવામાં આવે, મચ્છરોનો ઉપદ્રવ દુર કરવામાં આવે, તથા તળાવમાં ગટરના પાણી ઠાલવતા અટકાવવામાં આવે તેની અમારી માંગ છે. અમારા વિસ્તારને વિકાસથી બાકાત રાખવામાં આવ્યો હોવાની લોકલાગણી વ્પાયી જવા પામી છે.

Advertisement
Karjan-Shinor2 hours ago

સાધલીના નામચીન બુટલેગર રોનક પાટણવાડિયાના સામ્રાજ્ય પર SMCનો સપાટો

Vadodara3 days ago

જોય ટ્રેનના ચાલક પાસે લાયસન્સ જ ન્હોતું, વિવિધ ટીમો તપાસમાં જોડાઇ

Savli3 days ago

દુશ્મન દેશ જોડે તણાવ વચ્ચે વાંધાનજક પોસ્ટ શેર કરનાર વૃદ્ધ સામે ફરિયાદ

Karjan-Shinor3 days ago

બિસ્કીટનું બટકું મારવું વેપારીને રૂ. 1.22 લાખમાં પડ્યું

Vadodara3 days ago

વરસાદી કાંસના ખાડામાં બાળક ખાબકતા બુમાબુમ મચી

Vadodara4 days ago

શિનોરના સાધલી ગામ પાસે ST બસ ઝાડમાં ઘૂસી ગઇ, 6 ઇજાગ્રસ્ત

Vadodara7 days ago

પ્લાસ્ટીકના રોલની આડમાં જતો દારૂનો રૂ. 68 લાખથી વધુનો જથ્થો જપ્ત

Vadodara2 weeks ago

કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી, કહ્યું, ‘લોકો વડોદરાને શોધતા આવશે’

Trending