Vadodara
સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ
Published
5 months agoon
- પહેલાથી જ ઉપલા લેવલના અધિકારીઓએ ધ્યાન રાખવું જોઇએ, કે તળાવની ઉંડાઇ અને પહોળાઇ કેટલી છે.:માઁઈ ભક્ત
વડોદરામાં આજે મધરાતથી જ દશામાંની મૂર્તિઓનું વિસર્જન ચાલી રહ્યું છે. ભક્તોના ઘરે 10 દિવસનું આતિથ્ય માણીને દશામાં આજે વિદાય લઇ રહ્યા છે. ત્યારે મૂર્તિ વિસર્જનની તૈયારીઓમાં તંત્ર કાચુ પડ્યું હોવાની વાત સામે આવી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં દશામાં ના વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલું કૃત્રિમ તળાવ પરોઢીયા સુધીમાં તો છલોછલ થઇ ગયું હોવાનું જોવા મળી રહ્યું છે. જેના કારણે કેટલાક માંઇ ભક્તોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. તો કેટલાક માંઇ ભક્તો અન્યત્રે વિસર્જન કરવાનું તરફ વળી રહ્યા છે.
તાજેતરમાં દશામાંના વ્રતની શહેરમાં રંગેચંગે ઉજવણી શરૂ થઇ હતી. વડોદરામાં મોટી સંખ્યામાં જાહેરમાં અને પોતપોતાના ઘરમાં દશામાંની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ભક્તોને ત્યાં 10 દિવસનું આતિથ્ય માણીને આજે મધરાતથી દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે દશામાંની મૂર્તિઓના વિસર્જનને લઇને તંત્ર તૈયારીઓમાં કાચુ પડ્યું હોવાની વાત સપાટી પર આવી છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં પાલિકા દ્વારા દશામાંની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. આ તળાવમાં મધરાતથી શરૂ થયેલા વિસર્જન બાદ ગણતરીના કલાકોમાં જ છલોછલ થઇ ગયું હોવાનું દેખાઇ રહ્યું છે. જેના કારણે વધુ મૂર્તિઓનું માન-સન્માન પૂર્વક વિસર્જન કરવું મુશ્કેલ બન્યું છે. આ સ્થિતી બાદ પણ ભક્તો માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે આવી રહ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. છલોછલ ભરાઇ ગયેલા કૃત્રિમ તળાવમાં માતાજીનું વિસર્જન કરવું યોગ્ય ન જણાતા કેટલાક ભક્તો દ્વારા ત્યાંથી મૂર્તિ લઇને અન્યત્રે વિસર્જન કરવા નિકળી રહ્યા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. જે સ્પષ્ટ બતાવે છે કે, તંત્ર તૈયારીઓમાં કાચું પડ્યું છે.
માંઇ ભક્તે મીડિયા સાથે વાતમાં જણાવ્યું કે, જ્યારે સુરસાગરની સ્થિતી હતી ત્યારે ખુબ સારી રીતે વિસર્જન થતું હતું. તેને બંધ કરીને કૃત્રિમ તળાવો કરવામાં આવ્યા છે. માણસ પણ કૃત્રિમ થવા લાગ્યા છે. તેવું મને લાગી રહ્યું છે. કૃત્રિમ તળાવ કર્યા છે, તો તમારે પહેલાથી જ તકેદારી, સાજેદારી ઉપલા લેવલના અધિકારીઓએ ધ્યાન રાખવું જોઇએ, કે તળાવની ઉંડાઇ અને પહોળાઇ કેટલી છે. આપણી પ્રજાએ સફાળા જાગવાની જરૂર છે. તમને ખુરશી માત્ર સાચવી રાખવા નથી આપી. આવનાર સમયમાં ગણેશજીનું વિસર્જન પણ આવશે. અત્યારે માતાજીનું પાણીમાં વિસર્જન થઇ શક્યું નથી. મધરાત્રે 12 વાગ્યે આ વાતનું ધ્યાન કોણ રાખશે. ચેરમેન અહીંયા આવીને બેસે, અને જુએ. સત્તાધીશો કૃત્રિમ થવા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે.
You may like
-
નિયમોનું છડેચોક ઉલ્લંઘન: રેલવે પ્લેટફોર્મ પરની શોપમાં લખેલી નોંધ માત્ર ‘સુવાક્ય’ બની
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 પકડાયા