Padra
ગરીબ લાભાર્થીઓના ઉજ્જવલા કનેક્શન બારોબાર સગેવગે થઈ ગયા,લાભાર્થીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન
Published
9 months agoon
- 2019માં ઉજ્જ્વલા કનેક્શન માટે અરજી કરનારને તેઓની અરજી રિજેક્ટ થઈ હોવાનું કહ્યું હતું.
- લાભાર્થીઓને જાણ થતાં પહોંચ્યા વડું પોલીસ સ્ટેશન,ફરિયાદ આપતા પોલીસે તપાસ આરંભી
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત દેશભરમાં ગરીબ પરિવારોને ચૂલા માંથી મુક્તિ અપાવવા માટે મફત ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા. જ્યાં અનેક પરિવારોએ સરકારની આ ગેસ કનેક્શન સુવિધાનો લાભ પણ લીધો હતો. ઉજ્જવલા યોજના અંતર્ગત મળતા ગેસ કનેક્શનમાં સીલીન્ડર રીફીલ કરાવવા માટે પણ સબસીડી આપવામાં આવતી હતી. જોકે વર્ષ 2020 પછી આ સબસીડી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે.
પાદરા તાલુકાના વડુ ગામે વર્ષ 2019માં સ્થાનિક ગેસ એજન્સી દ્વારા ગરીબ લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત કનેક્શન આપવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક લાભાર્થીઓએ અરજી કરી હોવા છતાંય તેઓના ફોર્મ રદ્દ થયા છે તેમ કહીને કનેક્શન આપવામાં આવ્યું ન હતું. જયારે હવે લાભાર્થીઓને જાણ થઇ છે કે, ઉજ્જવલા યોજના અંતર્ગત કનેકશનો તેઓના નામે ફાળવીને અન્ય કોઈને પધરાવી દેવામાં આવ્યા છે.
સમગ્ર ઘટનામાં લાભાર્થીઓએ ભેગા થઈને મોભા ગામે આવેલી ગેસ એજન્સી સામે વડું પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદ આપી છે. એજન્સીમાં કામ કરતા કર્મચારી કે તેઓના મળતિયાઓ દ્વારા લાભાર્થીઓને મળવા પાત્ર ગેસ કનેક્શન બરોબાર ઈશ્યુ કરીને અન્ય કોઈને આપી દીધા હોવાની ફરિયાદ આપી છે. જયારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.
You may like
-
નિયમોનું છડેચોક ઉલ્લંઘન: રેલવે પ્લેટફોર્મ પરની શોપમાં લખેલી નોંધ માત્ર ‘સુવાક્ય’ બની
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 પકડાયા