એક તરફ રાજ્યના ગૃહ મંત્રી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા રાજ્યના નાગરિકોને વિનંતી કરી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જમીન મિલકત શાખા માંથી પરવાનગી મેળવીને શહેરના ચાર રસ્તાઓ આડેધડ હોર્ડીંગ લાઇ રહ્યા છે. જે હોર્ડીંગ ચાર રાસ્તના સિગ્નલને ઢાંકી દે છે.
Advertisement
આયોજકોની હિંમત એટલી વધી છે કે, તેઓ પોલીસ ચોકીની પાસેના ટ્રાફિક સિગ્નલ પર કાર્યક્રમના હોર્ડીંગ લગાવીને જતા રહ્યા છે. આ ચિત્ર માંજલપુર વિસ્તારના વિશ્વામિત્રી પોલીસ ચોકી પાસેના છે. જ્યાં સિગ્નલ રેડ છે છતાંય તે આસાની થી જોઈ શકાતું નથી. એક તરફના ટ્રાફિકને સિગ્નલ દેખાય જ નહીં તે રીતે હોર્ડીંગ લગાવી દેવામાં આવ્યું છે.
આવી સ્થિતિમાં કોઈ સિગ્નલ તોડીને વાહન હંકારી જાય તો પોલીસ તેના CCTVની મદદથી ઇ મેમો મોકલી આપે છે. જ્યારે ચાર રસ્તાને પોતાના પિતાજીની જાગીર સમજીને સિગ્નલ ઢંકાઇ જય તે રીતે હોર્ડીંગ લગાવનાર આયોજકો પર પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે પ્રશ્ન ઉભો થાય છે.