Vadodara

ભૂગર્ભમાં ટાંકી ઉતારીને ગેરકાયદેસર ધમધમતા મીની ડીઝલ પંપ પર SOG પોલીસના દરોડા

Published

on

વડોદરા પોલીસ ની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખા દ્વારા બાતમીના આધારે ગેરકાયદેસર ધમધમતા ડીઝલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલે એક ડઝનથી વધુ આરોપીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પેટ્રોલ-ડીઝલનો ગેરકાયદેસર વેપલો કરીને કમાણી કરતા તત્વોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

વડોદરામાં ગુનાખોરી ડામવા માટે એસઓજી પોલીસના જવાનો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી કે, નેશનલ હાઇવે – 48 પર એપીએમસી માર્કેટ સામે આવેલી મીનાક્ષી પાર્કિંગમાં નાજુ ભરવાડ, રાહુલ, રાજુ ભરવાડ ભેગા મળીને જમીનમાં પ્લાસ્ટીકની ટાંકી રાખી તેમાં ગેરકાયદેસર ડીઝલ જેવું પ્રવાહી રાખીને તેનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે. જે બાદ એસઓજીની ટીમોએ સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાંથી જમીનમાં દાટેલી 3 હજાર લિટરની ક્ષમતા ધરાવતી ટાંકી મળી આવી હતી. જેમાં 1344 લિટર ડિઝલ મળી આવ્યું હતું. તે કાઢવા માટે એક નોઝલ અને આખું ઇલેક્ટ્રીક સેટઅપ મળી આવ્યું હતું. આ મુદ્દામાલ ચોરીથી લાવીને સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ પ્રવાહીની એફએસએલમાં તપાસ કરાવતા ડિઝલ હોવાનું પ્રમાણિત થયું હતું.

ઉપરોક્ત દરોડામાં એસઓજીએ કુલ મળીને રૂ. 1.62 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને બાપોદ પોલીસ મથકમાં 7 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસમાં ધ્યાને આવ્યું કે, આરોપીઓ દ્વારા સરકારી જમીનમાં ભાડા કરાર કરી આપીને એકબીજા સાથે મેળાપીપણામાં આ ખોટા કાર્યને અંજામ આપ્યું છે.

નાજુભાઇ દેવાભાઇ ભરવાડ (રહે. મારૂતી નગર, રામદેવપીર મંદિર પાસે, ન્યુવીઆઇપી રોડ)
રાજુભાઇ દેવાભાઇ ભરવાડ (રહે. મારૂતી નગર, રામદેવપીર મંદિર પાસે, ન્યુવીઆઇપી રોડ)
મિતેશભાઇ ભરતભાઇ વસાવા (રહે. સયાજીપુરા ગામ, પટેલ ફળિયુ)
જમોડ રાહુલ પ્રવિણભાઇ (રહે. ગાંધીવાળી શેરી, બોટાદ)
મામટી ફૈઝલ ઉર્ફે મોન્યુભાઇ અબ્દુલભાઇ (રહે. પાળીયાદ, બોટાદ)
સોલંકી નરપતસિંહ મનુભાઇ (રહે. ઉચડી, ધંધુકા)
પ્રવીણભાઇ શામજીભાઇ મકવાણા (રહે. ખોડિયાર નગર, વડોદરા)

Trending

Exit mobile version