Vadodara

EDની મુંબઈ ઝોનલ ઓફિસની ટીમ દ્વારા 7 સ્થળો અને 3 બેંક લોકર પર સર્ચ ઓપરેશન, મચી ચકચાર

Published

on

  • EDના દરોડા: બિલપાવર લિમિટેડના રૂ. 160.55 કરોડના લોન ફ્રોડ કેસમાં વડોદરા અને મુંબઈમાં કાર્યવાહી.
  • મોટી જપ્તી: રૂ. 12.20 કરોડના સોના-ચાંદીના દાગીના અને રૂ. 43.90 લાખની રોકડ રકમ કબજે.
  • બેંક ખાતા અને લોકર સીઝ: તપાસ એજન્સી દ્વારા 2 બેંક ખાતા અને 3 લોકર ફ્રીઝ કરવામાં આવ્યા.
  • વડોદરા કનેક્શન: શેલ કંપનીઓ દ્વારા નાણાંની હેરાફેરી કરાઈ હોવાની આશંકા સાથે ED દ્વારા વધુ તપાસ શરૂ.

વડોદરા/મુંબઈ: રૂ. 160.55 કરોડના જંગી બિલપાવર લિમિટેડ લોન ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અત્યંત મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. EDની મુંબઈ ઝોનલ ઓફિસની ટીમે મુંબઈ અને વડોદરા ખાતે દરોડા પાડીને કુલ 7 રહેણાંક અને બિઝનેસ સ્થળો તેમજ 3 બેંક લોકર પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

🧐શું છે EDની કાર્યવાહીમાં પકડાયું?

તપાસ દરમિયાન EDએ વડોદરા અને મુંબઈના ઠેકાણાઓમાંથી રૂ. 43.99 લાખની રોકડ રકમ તેમજ અંદાજે રૂ. 12.20 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા છે. આ સાથે જ કેસને લગતા મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો પણ કબજે કરવામાં આવ્યા છે. કૌભાંડની રકમ અન્યત્ર ડાયવર્ટ કરવાના હેતુસર ઉપયોગમાં લેવાયેલા 2 બેંક એકાઉન્ટ અને 3 બેંક લોકરને પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ કંપની સાથે વડોદરાના કેટલાક શંકાસ્પદ બિઝનેસ કનેક્શન્સ અને શેલ કંપનીઓ સંકળાયેલી હોવાનું અને તેના માધ્યમથી નાણાંની મોટા પાયે હેરાફેરી કરવામાં આવી હોવાની આશંકા છે. ED દ્વારા હાલ આ સમગ્ર ફંડ ડાયવર્ઝન અને વડોદરા સ્થિત નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે, જેને પગલે સંકળાયેલા અન્ય શખસોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Trending

Exit mobile version