Savli

સાવલી નગરમાં વ્યાપેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વિપક્ષે મહેસૂલ વિભાગના પરિપત્રનું પાલન કરવા આવેદનપત્ર આપ્યું

Published

on

સ્થાનિક સત્તાધીશો આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી, જે શંકા પ્રેરે છે.આવેદનપત્રમાં વિપક્ષ દ્વારા નીચે મુજબની કડક માંગણીઓ કરવામાં આવી

  • આવેદનપત્રમાં વિપક્ષ દ્વારા નીચે મુજબની કડક માંગણીઓ કરવામાં આવી છે
  • તમામ ગેરકાયદેસર શેડ, ઓટલા અને કેબિનો દૂર કરી રસ્તા ખુલ્લા કરવામાં આવે.
  • કોમર્શિયલ દબાણ કરનારાઓના વીજળી, પાણી અને ગટરના જોડાણો તાત્કાલિક કાપી નાખવામાં આવે.

વડોદરાના સાવલી નગરમાં વ્યાપેલા દબાણો મામલે આજે વિપક્ષ દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરીને રાજ્ય સરકારના પરિપત્રનું પાલન કરી તમામ દબાણો દૂર કરવાની માંગણી કરવામાં આવી હતી.

સાવલી નગરમાં ઠેર ઠેર દબાણોનું સામ્રાજ્ય છવાઈ ગયું છે રસ્તા ઉપર દુકાનોના આગલા ભાગે શેડ,ઓટલા, લારી કેબિન અને માલ સામાન મૂકીને જાહેર માર્ગને સંકુચિત બનાવવામાં આવી રહ્યો છે. જે અંગે સાવલી નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા દબાણો દૂર કરવા માટે વારંવારની રજૂઆતો પણ કરવામાં આવી હતી.

નગરમાં વ્યાપેલા દબાણના કારણે વાહન વ્યવહારને અસર થઈ રહી છે. જ્યારે રસ્તાઓ સાંકડા થઈ જવાને કારણે અવર-જવર કરતા રાહદારીઓ પણ તકલીફો વેઠી રહ્યા છે. છતાં સત્તાધીશો દ્વારા દબાણ કરનાર સામે કોઈ કાર્યવાહી નહીં થતાં ગુજરાત સરકારના મહેસુલ વિભાગના પરિપત્ર પ્રમાણે સરકારી જમીન ખુલ્લી કરીને જાહેર રસ્તાઓની જાળવણી અને જવાબદારી સંબંધિત સત્તાઓનું ભાન કરાવવા નગરપાલિકાના વિપક્ષના સભ્ય હસમુખ પટેલ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ સાથે માંગણી કરવામાં આવી હતી કે, 16 જુલાઈ 2022ના તથા અગાઉના તમામ સૂચનો મુજબ દબાણો દૂર કરવામાં આવે, જ્યારે દબાણ નિયમનની દેખરેખ રાખવાની જે અધિકારીઓની જવાબદારી હતી તેવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. આ સાથે કોમર્શિયલ દબાણ હોય તો વીજળી, પાણી અને ગટર જેવી સુવિધાઓ દૂર કરીને દબાણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

Trending

Exit mobile version