Savli

સાવલી: ધારાસભ્યએ જાહેરમંચ પરથી નગરસેવકોને “મારા સાહેબો” તરીકે સંબોધી ગંભીર ટકોર કરી

Published

on

Advertisement

જિલ્લાના સાવલી તાલુકામાં સાવલી નગરની જનતાઓ માટે રાંધણ ગેસના બોટલથી હવે મળશે છુટકારો મળશે. વડોદરા ગેસ કંપની દ્વારા ગેસ લાઇન નાખવામાં આવશે. આજે ગેસ લાઇનની કામગીરીનુ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદારે નગર પાલિકાના વહિવટ કર્તાઓને જણાવ્યું હતું કે, નગરજનોના પ્રશ્નોનો ત્વરીત નિકાલ કરો, મને સાવલી અને ડેસર નગરના વિકાસથી સંતોષ નથી. જો લોકોના પ્રશ્નોની ફરિયાદોનો ઝડપી નિકાલ કરો, પ્રજાએ વોટ આપીને તેમની જવાબદારી પૂરી કરી છે. હવે આપણી નગરના વિકાસની આપણી જવાબદારી છે.

સાવલી નગરના લોકોને રાંધણ ગેસ માટે સિલીન્ડર નોંધાવ્યા પછી પણ સમયસર મળતો નથી. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના પ્રયાસોથી વડોદરા ગેસ લિમિટેડ કંપની દ્વારા સાવલી નગરમાં પાઇપલાઇન દ્વારા ગેસ પુરવઠો પૂરો પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આજે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે એસબીઆઇ બેન્કની બાજુમાં ગુજરાત ગેસ લિમિટેડના અધિકારીઓની ઉપસ્થિતિમાં પાઇપલાઇન દ્વારા ગેસ પુરવઠો પૂરો પાડવાની કામગીરીનુ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

મળેલી માહિતી પ્રમાણે ધારાસભ્ય કેતન ઇનામદારે ખાત મુહુર્ત પ્રસંગે સાવલી નગરપાલિકાના સત્તાધીશો અને સદસ્યોને ટકોર કરતા જણાવ્યું હતું કે, સાવલી નગરની જનતાના દરેક પ્રશ્નોને કોઈપણ સ્વાર્થ વગર પૂરા કરવા માટે ટકોર કરી હતી. સાથે એમ પણ જણાવ્યું હતું કે, પ્રજાએ વોટ આપીને તેમની જવાબદારી પૂરી કરી છે. હવે નગર અને તાલુકાના વિકાસ માટે આપણી જવાબદારી છે. મને સાવલી નગર અને ડેસરના વિકાસથી સંતોષ નથી. લોકોના પ્રશ્નોનો તત્કાલિક ધોરણે નિવેડો લાવવાની આપણી જવાબદારી છે.

Advertisement

Trending

Exit mobile version