કાર્યવાહી: મંજુસર પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
વડોદરા / સાવલી:
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથક વિસ્તારમાં થોડા દિવસો પહેલાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. નિરમા કેનાલ પર પરપ્રાંતિય યુવકે પોતાની જાતે જ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહ*ત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે હવે મંજુસર પોલીસે સઘન તપાસ હાથ ધરી ઇજાગ્રસ્ત યુવક વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
🧐કેવી રીતે સામે આવી ઘટના?
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ગૃહ કલેશ (ઘરગથ્થુ વિવાદ) ના કારણે રણજીત ચૌધરી નામના યુવકે પોતાની જાતે જ ખાનગી હથિયારથી ગોળી મારીને આત્મહ*ત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ગો*ળી માર્યા બાદ તેણે વપરાયેલી રિવોલ્વર કેનાલમાં ફેંકી દીધી હતી અને બાદમાં ગંભીર હાલતમાં રોડ ઉપર કણસતો પોલીસને મળી આવ્યો હતો.
ઘટનાની ગંભીરતા જોતાં પોલીસે તેને ત્વરિત સારવાર અર્થે વડોદરાની પ્રખ્યાત સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડ્યો હતો. જ્યાં લાંબી સારવાર બાદ હવે યુવક સાજો થઈ જતાં પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહીનો ર્નિણય લીધો છે.
🚨પોલીસ તપાસનો ધમધમાટ:
આ સમગ્ર પ્રકરણમાં યુવક પાસે આ ખાનગી હથિયાર (રિવોલ્વર) ક્યાંથી આવ્યું? તેને આ હથિયાર કોણે આપ્યું હતું અને આ ગેરકાયદેસર હથિયારના નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે? તે તમામ દિશામાં મંજુસર પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.