રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત બાદ લોકો સહાય માટે જરૂરી દસ્તાવેજો (7/12 અને 8-અ ના ઉતારા) મેળવવા માટે જનસેવા કેન્દ્રો પર સવારથી લાંબી કતારોમાં ઉભા છે.
કમોસમી માવઠાથી સાવલી તાલુકાના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયેલ છે.
જનસેવા કેન્દ્રોમાં ઈન્ટરનેટ ધીમું ચાલતું હોવાથી અને સર્વર વારંવાર ડાઉન થવાને કારણે ફોર્મ ભરવાની પ્રક્રિયા ધીમે ચાલે.
માવઠા પછી ટેકનિકલ અને વ્યવસ્થાત્મક મુશ્કેલીઓનું ઉકેલ લાવવો તંત્ર માટે મહત્વપૂર્ણ છે
વડોદરા જીલ્લામાં ખેડૂતોને પાક નુકશાનના સહાક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે જેમાં જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવા માટે પણ ખેડૂતોને ધર્મના ધક્કા ખાવા પડે છે. જ્યાં સાવલીના જનસેવા કેન્દ્રમાં 7-12ની નકલ મેળવવા બાબતે ખેડૂતોની લાંબી કતાર જોવા મળી હતી. સર્વરના ધાંધિયાને કારણે ખેડૂતોને વેઠવાનો વારો આવતા વ્યવસ્થા સુધારવાની માંગણી ખેડૂતોએ કરી છે.
રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ધરતી પુત્રોને ભારે નુકશાન થયું છે. માવઠાને કારણે ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઇ ગયો હતો. જ્યાં રાજ્ય સરકારે રાહત પેકેજ તરીકે 10 હજાર કરોડની જાહેરાત કરી છે. નુકશાનીની સહાય મેળવવા માટે જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવા માટે ખેડૂતો હવે 7-12ના ઉતારા સહિતની પ્રમાણિત નકલો મેળવવા જનસેવા કેન્દ્ર ખાતે ધક્કા ખાઈ રહ્યા છે.
જ્યારે એક સાથે અસંખ્ય અરજીઓ આવતા સરકારી સર્વર પણ ધીમા થઇ ગયા છે.સર્વર લો હોવાને કારણે સવારથી જ ખેડૂતોની લાંબી કતાર જોવા મળી રહી છે. સાવલી જનસુવિધા કેન્દ્ર ખાતે પ્રમાણિત નકલ મેળવવા આવેલા ખેડૂતોએ અવ્યવસ્થા ન સર્જાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી.