Savli

કામદારોની આંગળીઓ કપાઈ જવા મામલે રાજ ફિલ્ટર્સના માલિકો સામે ગુન્હો નોંધાયો

Published

on

સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી માં આવેલ રાજ ફિલ્ટર કંપનીમાં 20 થી વધુ કામદારો ના ચાલુ નોકરી દરમિયાન આંગળા કપાઈ જવાનો મામલા માં મંજુસર પોલીસ મથકે કંપનીના માલિક પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવા પામી છે

રાજ ફિલ્ટર નામની કંપની વિવિધ પ્રકારના ઇન્ડસ્ટ્રીઝ માં વપરાતા ફિલ્ટર બનાવે છે . આ ફિલ્ટરના ઉત્પાદન વેળાએ પ્રેસિંગ મશીન માં 20 થી વધુ કામદારોના હાથ ના આંગળા કપાઈ ગયા છે

કંપની સત્તાવાળાઓ સામે કામદારોએ વળતરના ચુકવવા તેમજ સારવાર ન કરાવવા અને કામ પરથી કાઢી મૂકવા મુદ્દે અને શારીરિક ખોળખાપણ નું વળતર ન ચૂકવતા કંપની સામે મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી

અત્રે ઉલ્લેખનીય છે કે 20 થી વધુ કામદારોના આંગળા કપાઈ ગયા હોવા છતાંય કોઈ  કાર્યવાહી ન થતા માનવ અધિકાર પંચે પોલીસ વિભાગ પાસે સમગ્ર ઘટનાનો વિસ્તૃત અહેવાલ માંગ્યો હતો.

કંપનીના કામદાર જુવાનસિંહ ગોહિલ ની ફરિયાદના આધારે મંજુસર પોલીસે  કંપની ના માલિક પિતા પુત્ર શબ્બીર ભાઈ થાના વાલા અને મુફદ્દલ થાના વાલા રહે ફતેગંજ વડોદરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Trending

Exit mobile version