Connect with us

Savli

બંધબોડીના કન્ટેનરમાં 26.35 લાખનો વિદેશી શરાબનો જથ્થો શહેરમાં ઘૂસે તે ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંન્ચે ઝડપી પાડ્યો

Published

on

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને સરકાર દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાના દાવા કરતી હોય છે પરંતુ સરકારના આ ચુસ્ત દારૂબંધીના દાવાઓ વચ્ચે રાજયમાં દારૂ ઘુસાડવા દારૂ માફિયાઓ અવનવા કિમિયા અપનાવી શહેરમાં દારૂ ઘુસાડી સરકાર ના દાવાના ધજાગરા ઉડાવતાં હોય છે ત્યારે ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસની ચતુરાઈ થી શહેરમાં ઘૂસાડવામાં આવી રહેલો રૂ. 26.35 લાખનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડી બુટલેગરના કીમિયાને નિષ્ફળ બનાવ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચના પો.ઇન્સ કે.એ.પટેલ ને બાતમી મળી હતી કે, એક બંધ બોડીનું  આઇસર કન્ટેનર જેનો નંબર RJ-14-GH-2661 છે જેમાં મોટી માત્રા માં વિદેશી શરાબનો જથ્થો ભરેલ છે અને હાલમાં આ કન્ટેનર અમદાવાદ થી વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર થઇ વડોદરા ટોલનાકા તરફ આવી રહેલ છે બાતમી મળતા જ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ મંજુસર પોલીસ મથક ની હદમાં આવેલ એક્પ્રેસ ટોલનાકા ઉપર અમદાવાદથી વડોદરા તરફના ટ્રેકના ટોલબુથ ક્રોસ કરી છુટ્ટા છવાયા વોચ રાખી ઉભા થઇ ગયા હતા

Advertisement

દરમિયાન અમદાવાદથી વડોદરા તરફ બાતમી આધારિત બંધ બોડીનું આઇસર કન્ટેનર આવતા પોલીસે આઇસર કન્ટેનર ને કોર્ડન કરી કંન્ટેનર ચાલકની સાથે રાખી બંધ બોડી ના કંન્ટેનરમાં તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી શરાબની પેટીઓનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી શરાબ ના જથ્થા સાથે કન્ટેનર જપ્ત કરી કન્ટેનર ચાલકની ધરપકડ કરી તેની પુછપરછ હાથ ધરી હતી ચાલકે પોતે રાજસ્થાનનો રહેવાશી અચલારામ તુલસારામ જાટ હોવાનું જાણવ્યું હતું અને આ શરાબનો જથ્થો રાજસ્થાનના દેદારામ નરસિંગારામ જાટ રાજસ્થાનના નાગૌર નજીક આવેલ શીવશક્તિ ઢાબા ઉપરથી આપેલ અને આ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે તે લઈ ગુજરાતના વડોદરા શહેર તરફ જવાનુ છે અને ત્યાં જઇને જે લોકેશન આપે ત્યાં પહોંચવાની જાણવ્યું હતું

પોલીસે કન્ટેનર માંથી વિદેશી શરાબ નો જથ્થો બહાર કાઢી ગણતરી કરતા રૂ. 26,35,200ની કિંમતની વિદેશી શરાબની 542 પેટી માંથી 7752 નંગ બોટલો મળી આવી હતી પોલીસે  શરાબના જથ્થા, એક મોબાઈલ ફોન તથા બંધ બોડીનું કન્ટેનર સહીત કુલ રૂ. 36,45,200 નો મુદ્દામાલ કબ્જે કરી મંજુસર પોલીસ મથક ખાતે કન્ટેનર ચાલક તેમજ વિદેશી શરાબનો  જથ્થો મોકલનાર ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરાર આરોપી ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Vadodara1 day ago

ખરાબ રસ્તા, કાદવ-કીચડની સમસ્યા ઉજાગર કરવા સ્થાનિક પાણીમાં સુઇ ગયા

Vadodara3 days ago

“શું આ છે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ?” : NIAનો GIDC અને GETCO સામે ગંભીર આરોપ, 300 વીજ પુરવઠા વગર કંપનીઓ ઠપ

Vadodara6 days ago

ભૂગર્ભમાં ટાંકી ઉતારીને ગેરકાયદેસર ધમધમતા મીની ડીઝલ પંપ પર SOG પોલીસના દરોડા

Vadodara6 days ago

દર ચોમાસાની સમસ્યા: વડોદરા પાસે જાંબુઆ બ્રિજથી પોર તરફ જતા હાઇવે પર ચક્કાજામ

Vadodara6 days ago

પોતાને પાણીદાર ગણતા નેતા સમર્થિત ઉમેદવારોને જીલ્લાની પ્રજાએ પાણી ભરતા કરી દીધા, ગ્રામ્ય મતદારોની સમજણને સલામ!

Vadodara6 days ago

GMERS કોલેજમાં ભણતા બે તબિબિ વિદ્યાર્થીઓ અંકોડિયા નજીક કેનાલમાં ડૂબી જવાથી મોત

Vadodara7 days ago

ખોદેલા ખાડાએ એક યુવાનનો ભોગ લીધો, રીક્ષા પલ્ટી જતા રીક્ષા ચાલકનું મોત

Vadodara2 weeks ago

ફરી બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવ્યું, વોર્ડ કચેરીએ શખ્સની અટકાયત

Vadodara11 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara11 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara11 months ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Padra11 months ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli11 months ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Padra2 years ago

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

Vadodara4 months ago

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

Vadodara4 months ago

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

Vadodara7 months ago

તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે

Vadodara11 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara11 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara11 months ago

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

Vadodara11 months ago

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા

Vadodara12 months ago

વડોદરાના માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધ મોપેડ સવારને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી

Trending