Connect with us

Savli

સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપનાર આરોપીને 1 લાખ રૂપિયાના દંડ સહીત 10 વર્ષની સખત કેદની સજા ફટકારી

Published

on

વડોદરા જિલ્લાના ડેસરમાં હવસખોર નરાધમ દ્ધારા સગીરા પર દુષ્કર્મના આચરી ગર્ભવતી બનવતા સગીરાએ આપઘાત કર્યો હતો. જે કેસમાં ડેસર પોલીસે પોકસો, બળાત્કાર અને મૃત્યુ માટે દુષ્પ્રેરણા આપવા સહિતની કલમો હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જે કેસ સાવલીની સ્પેશિયલપોક્સો કોર્ટ માં ચાલી જતા સ્પેશિયલપોક્સો કોર્ટ દ્ધારા સમાજ માં દાખલારૂપ ચુકાદો આપતા આવ્યો છે. આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેમજ ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા પીડિતા ના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા ભલામણ કરવામાં આવી છે.

ડેસર પોલીસ મથકે વર્ષ 2016માં નોંધાયેલ ફરિયાદ અનુસાર સાવલી તાલુકાના વેજપુર ગામે રહેતો હવસખોર ગુરુજી હીરાલાલ સોલંકીએ સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી સગીરાને તરછોડી દેતા સગીરાએ સમાજ માં બદનામી ના ડરે સુસાઇડ નોટ લખીને કુવામાં ભૂસકો મારીને જીવન ટૂંકાવી લીધું હતું. ડેસર પોલીસે પોકસો, બળાત્કાર અને મૃત્યુ માટે દુષ્પ્રેરણા આપવા સહિતની કલમો હેઠળ આરોપી ગુરુજી સોલંકી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો,

Advertisement

જે કેસ સાવલી સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી જી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને પૉકસો કોર્ટના જજ જે એ ઠક્કરે આરોપીને તકસીર વાર ઠેરવ્યો હતો અને ચુકાદામાં આરોપી ગુરુજી હીરાલાલ સોલંકીને 10 વર્ષની સજા અને વિવિધ ગુનાઓમાં કુલ એક લાખ રૂપિયાનો દંડ સાવલી કોર્ટ દ્વારા ફટકાર્યો છે.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Vadodara2 days ago

વડોદરામાં યોજાયેલા ભવ્ય રોડ શો બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું, ‘Thank You Vadodara!’

Vadodara2 days ago

સિંદૂર સન્માન યાત્રામાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Vadodara2 days ago

મોડી રાત્રે લોકો કારેલીબાગ અને છાણી વિજ કચેરી પહોંચતા ખાલી ખુરશીઓ મળી

Vadodara3 days ago

બહારથી ખરીદેલા છોલેમાંથી મરેલો ઉંદર નીકળ્યો, ગંભીર બેદરકારી ખુલી

Vadodara4 days ago

રિટાયર્ડ થવાના એક સપ્તાહ પહેલા આધેડે કંપનીમાં જીવન ટુંકાવ્યું

Vadodara5 days ago

વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં આજે મ્યુનિસિપલ કમિશ્નરે કલ્યાણ નગર તરફ કમીગીરીનું નિરીક્ષણ કર્યું

Vadodara5 days ago

ST ડેપોમાં મુસાફરનું દાગીના ભરેલું પર્સ ચોરી કરનાર મહિલા દાહોદથી ઝડપાઇ

Vadodara1 week ago

નવાયાર્ડ વિસ્તારમાં PCR વાન પર હુમલો, કાંચ તોડનાર હુમલાખોર ઝડપાયો

Trending