Savli

સાવલી: બેફામ ગતિએ દોડતા ડમ્પરની અડફેટે મામાના ઘરે જતા બે સગા ભાઈઓના ઘટના સ્થળ પર કમકમાટીભર્યા મોત

Published

on


વડોદરા જિલ્લામાં બેફામ ગતીએ વિફરેલા સાંઢ ની જેમ દોડતા ડમ્પરો અત્યાર સુધી અનેક લોકોને કાળનો કોળીયો બનાવી ચુંક્યાં છે અને પોલીસ તંત્ર પણ આ વિફરેલા સાંઢની માફક દોડતા ડમ્પર ચાલકો પર લગામ લગાવવામાં નિષ્ફળ સાબિત  થઇ રહ્યું છે ત્યારે સાવલી તાલુકામાં બેફામ ગતીએ દોડી રહેલ ડમ્પર ચાલકે બાઈક પર સવાર થઇ નાના ભાઈને મામાના ઘરે મુકવા જતા સગાં ભાઈઓની બાઈકને અડફેટે લેતા બને સગાં ભાઈઓનું ઘટના સ્થળે ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં લોટના ગામે રહેતા 21 વર્ષીય ધર્મકુલ રાજેન્દ્ર સિંહ પરમાર તેના 17 વર્ષીય નાના ભાઈ તુષાર રાજેન્દ્ર સિંહ પરમાર સાથે બાઈક પર સવાર થઇ મામાના ઘરે મુકવા જઈ રહ્યો હતો દરમિયાન સમલાયા ગાંગડીયા રોડ પર વિફરેલા સાંઢ ની માફક આવી રહેલ ડમ્પર ચાલકે તેમની બાઈકને અડફેટે લેતા બને સગા ભાઈઓ હવામા ફંગોળાઈ જમીન પર પટકાતા બને ભાઈઓને ગંભીર ઇર્જાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે ઉપર કરૂણ મોત નિપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો

વડોદરા જિલ્લામાં બેફામ ગતિએ વિફરેલા સાંઢ ની માફક દોડી  રહેલ ડમ્પરે સર્જેલા ગોઝારા અકસ્માતના પગલે લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અકસ્માત અંગેની જાણ સાવલી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બને સગા ભાઈઓના મૃતદેહને સાવલી જન્મોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી અકસ્માત સર્જી ઘટના સ્થળે ડમ્પર મૂકી ફરાર થઇ ગયેલ ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Trending

Exit mobile version