Connect with us

Vadodara

બિનવારસી પીકઅપ ટેમ્પોમાં મળેલા શરાબના જથ્થાના કેસમાં સમા પોલીસે મહારાષ્ટ્રના પાલઘરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી

Published

on


વડોદરા શહેરના સમાં વિસ્તારમાં વર્ષ 2023 ના ઓગસ્ટ માસમાં બિનવારસી મૂકી રાખેલી બોલેરો પીકપ માંથી 83 હજારની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જે ગુનામાં પોલીસે બોલેરો પીકપ સહિત 5,83,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ગુનામાં વોન્ટેડ આરોપીઓને મહારાષ્ટ્રના પાલઘર માંથી સમા પોલીસે ઝડપી પાડ્યા છે.

Advertisement

વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ જી એમ સ્કૂલની પાછળના પ્રાંગણ સોસાયટી પાસેના ખુલ્લા કમ્પાઉન્ડમાં એક બોલેરો પીકપ ગાડીમાં શાકભાજીના ક્રેટ ની અંદર વિદેશી શરાબ નો જથ્થો ભરેલો હોવાથી માહિતી સામા પોલીસના સ્ટાફને મળી હતી પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી વિવિધ બ્રાન્ડ ની વિદેશી શરાબની બોટલો તેમજ બિયરના ટીન મળીને કુલ 83,160 નો શરાબ નો જથ્થો મળી આવ્યો હતો જ્યારે મહારાષ્ટ્ર પાર્સિંગની બોલેરો પીકપ પોલીસે કબજે લઈને શરાબનો જથ્થો મોકલનાર તેમજ મંગાવનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Advertisement

આ ગુનામાં પોલીસ તપાસ દરમિયાન મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતા સૌરભ ઉર્ફે સોનુ રાજેશભાઈ ચૌહાણ રંકેશ પપ્પુભાઈ નિશાદ તેમજ ઈરફાન હાફિઝુર ખાન ની સંડોવણી બહાર આવતા પોલીસે ત્રણેય આરોપીઓને મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી ધરપકડ કરી લીધી હતી

Advertisement
Savli1 hour ago

સાવલીની રીતુ એન્ટરપ્રાઇઝમાં ડામર ઠાલવતી વખતે બ્લાસ્ટ, ત્રણના મોત

Vadodara2 days ago

હોટલમાં જમવાનું નહી મળતા સંચાલકના ઘરે જઇને હુમલો કરનાર ઝડપાયા

Vadodara2 days ago

ગ્રામ પંચાયતોની મનમાની પર રોક, સરકારી સહાયથી બનેલા મકાનોનો વેરો નક્કી કરતી સરકાર

Vadodara3 days ago

સ્મશાનોનો વહીવટ ખાનગી હાથોમાં સોંપવાનો નિર્ણયમાં વળાંક, સંસ્થાઓ ‘સેવા’ આપી શકશે

Vadodara4 days ago

કુખ્યાત ચૂઇ ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક દાખલ, 6 આરોપીઓને દબોચી લેવાયા

Savli4 days ago

ગ્રામ્ય પોલીસે રૂ. 3.01 કરોડની કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું

Vadodara5 days ago

“Zero tolerance” ની વાતો વચ્ચે જીલ્લા પંચાયતમાં તપાસ-તપાસની ખેલરમત!

Vadodara5 days ago

ગોરવા રાજદીપ સોસાયટીમાં દેવડા પરિવારને દેવું થતા પત્ની તથા ત્રણ સંતાનને ઝેરી દવા પીવડાવી

Trending