વડોદરા શહેરના સમાં વિસ્તારમાં વર્ષ 2023 ના ઓગસ્ટ માસમાં બિનવારસી મૂકી રાખેલી બોલેરો પીકપ માંથી 83 હજારની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જે ગુનામાં પોલીસે બોલેરો પીકપ સહિત 5,83,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ગુનામાં વોન્ટેડ આરોપીઓને મહારાષ્ટ્રના પાલઘર માંથી સમા પોલીસે ઝડપી પાડ્યા છે.
વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ જી એમ સ્કૂલની પાછળના પ્રાંગણ સોસાયટી પાસેના ખુલ્લા કમ્પાઉન્ડમાં એક બોલેરો પીકપ ગાડીમાં શાકભાજીના ક્રેટ ની અંદર વિદેશી શરાબ નો જથ્થો ભરેલો હોવાથી માહિતી સામા પોલીસના સ્ટાફને મળી હતી પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી વિવિધ બ્રાન્ડ ની વિદેશી શરાબની બોટલો તેમજ બિયરના ટીન મળીને કુલ 83,160 નો શરાબ નો જથ્થો મળી આવ્યો હતો જ્યારે મહારાષ્ટ્ર પાર્સિંગની બોલેરો પીકપ પોલીસે કબજે લઈને શરાબનો જથ્થો મોકલનાર તેમજ મંગાવનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
આ ગુનામાં પોલીસ તપાસ દરમિયાન મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતા સૌરભ ઉર્ફે સોનુ રાજેશભાઈ ચૌહાણ રંકેશ પપ્પુભાઈ નિશાદ તેમજ ઈરફાન હાફિઝુર ખાન ની સંડોવણી બહાર આવતા પોલીસે ત્રણેય આરોપીઓને મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી ધરપકડ કરી લીધી હતી