વડોદરા શહેરને સુરક્ષિત રાખવા અને ગુનાખોરી ડામવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સાહેબ દ્વારા લેવાયા કડક અટકાયતી પગલાં. વારંવાર પ્રોહિબિશનના ગુના આચરતા અને જાહેર વ્યવસ્થાને નુકસાન પહોંચાડતા ઈસમો વિરુદ્ધ પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું.
🧐મહત્વની વિગતો:
1. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન (કેસ – 01):
- આરોપી: અમિત મુકેશભાઈ ઠક્કર
- કાર્યવાહી: જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ ફરીથી દારૂનો જથ્થો સપ્લાય કરવાની પ્રવૃત્તિમાં સંડોવણી. ₹5.16 લાખના મુદ્દામાલ (કાર અને વિદેશી દારૂ) સાથે ઝડપાયેલ.
- જેલ: આરોપીને ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.
2. સમા પોલીસ સ્ટેશન (કેસ – 02 અને 03):
- આરોપીઓ: * શંકરભાઈ ભલાભાઈ માળી
- મોહમ્મદ શાહરુખ જાફરભાઈ શેખ
- કાર્યવાહી: આ આરોપીઓ સંગઠિત ટોળકી બનાવી અન્ય રાજ્યોમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી શહેરમાં વેચાણ કરતા હતા. તેમની વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે.
- જેલ: આરોપીઓને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે.
3. સમા પોલીસ સ્ટેશન (કેસ – 04):
- કાર્યવાહી: દારૂના ધંધામાં મદદગારી કરનાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખનાર વધુ એક આરોપીને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી.
- જેલ: આરોપીને સુરત મધ્યસ્થ જેલ ખાતે જેલભેગો કરાયો છે.
👮પોલીસનો સંદેશ:
વડોદરા પોલીસ શહેરની શાંતિ, ભાઈચારો અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર કોઈપણ અસામાજિક તત્વને બક્ષશે નહીં. શરીર સંબંધી, મિલકત સંબંધી કે પ્રોહિબિશનના ગુના આચરતા તત્વો વિરુદ્ધ પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી ચાલુ રહેશે.