ખાસવાડી સ્મશાન ખાતે કમોસમી વરસાદથી ચીકટ અને કાદવ ભરાઈ ગયો છે.અંતિમ વિધિ માટે જરૂરી લાકડાં ભીંજાઈ ગયા છે,જેના કારણે અગ્નિસંસ્કાર વિલંબથી થાય છે.
- મૃતકોના સ્વજનોને કલાકો સુધી રાહ જોવી પડે છે.શેડ અને સ્ટોરેજ સુવિધા ન હોવાની કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની બેદરકારી.
- દરરોજ સરેરાશ 20 માળવી અંતિમ વિધિ થાય છે, પણ વરસાદી દિવસોમાં વ્યવસ્થા ખસ્તાહાલ બની જાય છે.
- પરિવારોને દુઃખના સમયે પણ અશાંતિ અને પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
વડોદરા શહેરમાં ચાલુ વિરામલેનારા વરસાદે હવે સ્મશાનોમાં પણ અસર દેખાડવાની શરૂઆત કરી છે. શહેરના સૌથી મોટા ખાસવાડી સ્મશાન ખાતે કમોસમી વરસાદને કારણે હાલત અત્યંત ખરાબ બની ગઈ છે.
કમોસમી વરસાદમાં જગ્યાજગ્યાએ ચીકટ અને કાદવનો માહોલ છવાઈ ગયો છે, જેના કારણે અંતિમ વિધિ માટે આવેલાં મૃતકોના સ્વજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ભીના માહોલને કારણે અગ્નિસંસ્કાર માટે વપરાતા લાકડાં સંપૂર્ણપણે પલળી ગયા છે. ભીનાં લાકડાંને પ્રજ્વલિત કરવામાં વિલંબ થતાં મૃતકોના સ્વજનો કલાકો સુધી રાહ જોતા રહે છે.
કેટલાક પરિવારોના કહેવા મુજબ, વરસાદી સીઝન પહેલાં જ શેડ અથવા યોગ્ય લાકડાં સ્ટોરેજની સુવિધા બનાવી લેવાઈ હોત તો આવી પરિસ્થિતિ ઊભી ન થાત.દરરોજ સરેરાશ 20 જેટલા અગ્નિસંસ્કાર થનારા આ સ્મશાને હવે સંચાલકીય બેદરકારી ખુલ્લી પડી છે. ડ્રેનેજ સિસ્ટમ ન હોવાને કારણે પાણી ભરાઈ જતાં લોકો માટે પગ રાખવા પણ મુશ્કેલ બની રહ્યું છે. અશાંત અને અસ્તવ્યસ્ત પરિસ્થિતિ વચ્ચે અંતિમ વિધી પૂર્ણ કરવી પરિવારો માટે કંટાળાજનક બની છે.
જ્યારે સ્થાનિક નાગરિકો અને પરિવારો હવે મ્યુનિસિપલ કોર્પોરેશનને તરત જ શેડ, લાકડા સ્ટોરેજ અને ડ્રેનેજની સમસ્યા ઉકેલવા માટે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.