Savli

બીલ વિના મોબાઈલ વેચતી દુકાનો પર પોલીસનો સપાટો,139 મોબાઈલ જપ્ત કર્યા

Published

on

વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા મંજુસર પોલીસ મથક દ્વારા વિવિધ ટીમો બનાવીને બિલ વગરના મોબાઇલ વેચતી દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં રૂ. 18 લાખથી વધુની કિંમતના બિલ વગરના મોબાઇલ જપ્ત કરવામાં આવતા મોબાઇલ માર્કેટમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. પોલીસે 8 જેટલી દુકાનોમાં મોટી કાર્યવાહી કરતા સમગ્ર પંથકમાં આ વિષય ચર્ચામાં આવ્યો છે.

Advertisement

મંજુસર પોલીસ મથક દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સતત વોચ રાખવામાં આવે છે. તાજેતરમાં હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ધીરૂભા અને પોલીસ કોન્સ્ટેબલ ધવલસિંહ લક્ષ્મણસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે, બસ સ્ટેન્ડની આસપાસ આવેલી દુકાનોમાં બિલ વગરના મોબાઇલનું વેચાણ કરવામાં આવે છે. જેના આધારે અલગ અલગ ટીમો બનાવીને બે પંચોને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા.

Advertisement

દુકાનોમાં દરોડા પાડતા બિલ કે પુરાવા વગરના શંકાસ્પદ મોબાઇલ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે તમામ દુકાનોના માલિક સામે ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા 2023 ની કલમ 106 મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કાર્યવાહીમાં 139 નંગ મોબાઇલ મળી આવ્યા છે. જેની કિંમત રૂ. 18.91 લાખ આંકવામાં આવી રહી છે.

નીચે જણાવેલીની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા

Advertisement
  • ક્રિષ્ણા કોમ્યુનિકેશન – 7 મોબાઇલ (કબ્જે કરેલ ફોનની સંખ્યા)
  • ઓમ બન્ના મોબાઇલ – 11 મોબાઇલ
  • શ્રી બાલાજી મોબાઇલ – 12 મોબાઇલ
  • ગણેશ મોબાઇલ – 24 મોબાઇલ
  • જય અંબે મોબાઇલ – 16 મોબાઇલ
  • ઓમ સાંઇ મોબાઇલ – 9 મોબાઇલ
  • ચામુંડા મોબાઇલ – 6 મોબાઇલ
  • જય અંબે – 54 મોબાઇલ

Trending

Exit mobile version