જેમા તેઓ મને માલ સામાન તેમજ તેઓની મારુતિ વાન ગાડી પણ મને આપી દીધી હતી. તે પેટે માટે તેઓને આશરે રૂ.5 લાખ આપવાના બાકી નિકળતા હોય તેઓ મને અવાર નવાર ફોન કરી પૈસા આપવા માટે મને ગમે તેમ ગાળો બોલી ધમકી આપતો.
- પાર્ટનરશીપમાં ચંપલનો ધંધો શરૂ કર્યો હતો. જે બરાબર નહીં ચકતાં બંધ કર્યો
- રૂપિયા નહીં આપે તો જીવતો છોડીશ નહીં તેવી ધમકી આપતા બે લોકો સામે પોલીસ ફરિયાદ
- હરણી પોલીસે માર મારી ધમકી આપનાર પાર્ટનર સહિત બે લોકોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી
ખોડીયારનગર વિસ્તારમાં રહેતા વેપારીની પાર્ટનરશીપમાં ચંપલનો ધંધો શરૂ કર્યો હતો. જે બરાબર નહીં ચકતાં બંધ કર્યો હતો. ત્યારે તેમના પાર્ટનરે બાકી રૂપિયા 5 લાખની માગણી તેના સાગરીત સાથે મળી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી વેપારીએ હરણી પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ખોડીયારનગર વિસ્તારમાં ડી માર્ટ રોડ ઉપર આવેલા સિદ્ધાર્થ ટ્યુબમાં રહેતા નારાયણરામ પ્રેમારામ સરગરા એ ફરીયાદ નોધાવી છે કે હું અમારા ગ્રાઉંડ ફ્લોર ઉપર મંગલમ ફુટવેર નામથી ચપ્પલની દુકાન ચલાવી મારૂ જીવન ગુજરાન ચલાવુ છુ. 6 ઓક્ટોબર ના રોજ હુ મારી દુકાન ઉપર હાજર હતો તે વખતે સાંજના આશરે પોણા આઠેક વાગ્યાના સુમારે અગાઉ 2023માં મે તથા મારા પાર્ટનર તરીકે હિતેન્દ્રભાઈ જીવણભાઈ પરમાર (મુળ રહે. શ્રીજી પ્લાઝા, સિધ્ધાર્થ ક્યુબની સામે, હાલ રહે, હાલ રહે. મારૂતીધામ જ્યુપીટર ચાર રસ્તા પાસે, મકરપુરા વડોદરા) સાથે ચપ્પલનો હોલસેલમા વેપાર ધંધો ચાલુ કર્યો હતો. જેમા તેઓએ આશરે રૂ. 6 લાખનું રોકાણ કર્યું હતું. મે પણ તેમા રોકાણ કરેલ અને અમે ત્રણેક માસ સાથે ધંધો કર્યો હતો.
જેમા ઉધારી તથા વેપારમા ખોટ જતા અમે બન્ને એકબીજાથી ધંધામાંથી અલગ પડી ગયા હતા. તે વખતે અમે બન્નેએ એગ્રીમેન્ટ કર્યો હતો. જેમા તેઓ મને માલ સામાન તેમજ તેઓની મારુતિ વાન ગાડી પણ મને આપી દીધી હતી. તે પેટે માટે તેઓને આશરે રૂ.5 લાખ આપવાના બાકી નિકળતા હોય તેઓ મને અવાર નવાર ફોન કરી પૈસા આપવા માટે મને ગમે તેમ ગાળો બોલી ધમકી આપતો હતો.
જ્યારે તે મારી દુકાન ઉપર હિતેન્દ્રભાઈ પરમાર તથા તેના પિતા જીવણભાઈ પરમાર સાથે આવ્યો હતો અને મને તુ મારા બાકી નિકળતા પૈસા અત્યારે જ આપી દે તેમ કહી બન્ને જણાએ મને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. મે ગાળો બોલવાની ના પાડતા તે બન્ને જણા માર મારી તુ મારા પૈસા આપી દે નહી તો તને જીવતો રહેવા દઈશું નહી તેવી ધમકી આપી હતી. જ્યારે સમગ્ન બનાવ દુકાન માં લાગેલા સીસીટીવી ફૂટેજ કેદ થઈ હતી ત્યારે આ બાબતે હરણી પોલીસે માર મારી ધમકી આપનાર પાર્ટનર સહિત બે લોકોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.