Connect with us

Padra

પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજ પરથી પ્રેમિકા સાથે લગ્ન કરવાની ના પાડતા આણંદના યુવકનો મોતનો ભૂસકો બે દિવસ પછી યુવકનો મૃતદેહ મળી આવ્યો

Published

on

આણંદ જિલ્લાના બાલુપુરા ગામના એક યુવકને ગામની એક યુવતી સાથે આંખો મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો અને એક વર્ષથી બંને એકબીજા ના પ્રેમમાં હતા જોકે યુવતીના પરિવારે યુવતીના લગ્ન તેના પ્રેમી સાથે કરવાની ના પાડતા પ્રેમી યુવકે ગત તા. 7 ફેબ્રુઆરીના રોજ પાદરા તાલુકાના મુજપુર ગામના ગંભીરા બ્રિજ પરથી મહીસાગર નદીમાં ઝંપલાવ્યું હતું. તેનો મૃતદેહ બે દિવસ પછી આજે મળી આવ્યો છે.



આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાના બાલુપુરા ગામના જુના રસ્તા ભાથુજી મંદિર પાસે રહેતા ઉમેશભાઈ ઠાકોરનો 21 વર્ષનો દીકરો મિતેશ ગામની એક યુવતી સાથે એક વર્ષથી પ્રેમ સંબંધ ધરાવતો હતો. એક વર્ષના પ્રેમમાં પાગલ બંનેલ પ્રેમી યુગલ વારંવાર મળતા મિતેશે તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. તેથી યુવતીના પરિવારને જઇને મળ્યો હતો. આ યુવતીના પરિવારે યુવતીના લગ્ન તેની સાથે કરવાની ના પાડી હતી તેથી મિતેશને લાગી આવ્યું હતું અને ગત સાતમી તારીખે ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો. મિતેશ પાદરા તાલુકાના મુજપુર ગામના ગંભીરા બ્રિજ પર પહોંચ્યો હતો. અને પ્રેમિકા વગર જીવી નહી શકાય તેમ માની મહીસાગર નદીમાં ઝંપલાવ્યું હતું. મિતેશ ઘરે નહિ આવતા તેના પરિવારજનો એ શોધખોળ શરુ કરી હતી. દરમિયાન મિતેશનો મૃતદેહ બે દિવસ પછી મળી આવ્યો હતો. પાદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Vadodara1 day ago

ગોલ્ડન ચોકડી પાસે બસનો ભયાનક અકસ્માત, બે ના મોત

Vadodara2 days ago

ઐતિહાસિક માંડવી દરવાજાને બચાવવા મહારાણી દોડી આવ્યા

Vadodara2 days ago

જીલ્લા ભાજપ અધ્યક્ષની રેસમાં નવા દાવેદારની એન્ટ્રી, જીલ્લા કોષાધ્યક્ષ ગોપાલ રબારી બની શકે છે જીલ્લા ભાજપ અધ્યક્ષ!

Waghodia3 days ago

ચેઇન સ્નેચિંગ સમયે પટકાતા મહિલાનું મોત થયું, આખરે અછોડાતોડ ટોળકી ઝડપાઇ

Karjan-Shinor4 days ago

ઘરમાં ઘૂસી ગળે ટૂંપો દઇને પરિણીતાની હત્યા

Padra4 days ago

પાદરા : ચોકારી ગામે વૃદ્ધનું માથું કાપી હત્યા, બાજુના ખેતર માંથી માથું મળ્યું

Savli5 days ago

સાવલી: ઇંટવાડ ગામે મહીસાગર નદીમાં નાહવા પડેલો માંજલપુરનો યુવક ડૂબ્યો,NDRFની મદદથી મૃતદેહ મળ્યો

Padra5 days ago

NDPS ના આરોપીના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝરવાળી થઇ

Trending