Connect with us

Vadodara

ઓવરસ્પીડિંગનો કહેર: મકરપુરામાં એક્ટિવાને કારની ટક્કર, CCTVમાં ઘટના કેદ

Published

on

વડોદરા મકરપુરા એરફોર્સ રોડ પર ગત બપોરે અકસ્માત,
કારની જોરદાર ટક્કરથી બે મિત્રો ઈજાગ્રસ્ત

  • બંને એક્ટિવા પર કામ પૂરું કર્યા બાદ માણેજા તરફ પરત જઇ રહ્યા હતા

  • સુસેન સર્કલ તરફથી પૂર ઝડપે આવતી કાર ચાલકે રોડ ડિવાઈડર ગેપ પાસે ટક્કર મારી

  • ટક્કર બાદ બંને હવામાં ફંગોળાઇ માર્ગ પર પટકાયા,
    બંનેને 108 દ્વારા મકરપુરા હોસ્પિટલ ખસેડાયા

  • ફરિયાદ મુજબ કાર ચાલકની બેદરકારી અને ઓવરસ્પીડિંગનો આરોપ

વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગત બપોરે એરફોર્સ રોડ પર બેદરકારીપૂર્વક હંકારેલી કારની ટક્કરથી બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોવાના પ્રાથમિક તારણો સામે આવ્યા છે. 


માહિતી મુજબ, મકરપુરા-માણેજા રોડ નજીક વિલ્સર કંપની પાસે રહેતા વિરેન્દ્રકુમાર સરોજ પોતાના મિત્ર સાથે કામ માટે એક્ટિવા સ્કૂટર પર એરફોર્સ રોડ તરફ ગયા હતા. કામ પૂરું કરી બંને પરત માણેજા તરફ જતાં હતાં, એ દરમિયાન સુસેન સર્કલ તરફથી ઝડપ અને બેદરકારીથી આવી રહેલી કારચાલકે રોડ ડિવાઈડરના ગેપ પાસે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બંને હવામાં ફંગોળાઈ નીચે પટકાયા હતા. એક વ્યક્તિને જમણા પગના ઘૂંટણની નીચે તથા કમરના ભાગે ગંભીર ઈજા થઇ છે, જ્યારે પાછળ બેઠેલા વિરેન્દ્રકુમારને કપાળ, કમર અને ડાબા પગે ઈજા પહોંચી છે. અકસ્માત બાદ બંનેને 108 એમ્બ્યુલન્સ દ્વારા મકરપુરા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે કાર ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી ડ્રાઈવિંગ કરી હોવાથી અકસ્માત થયો છે. હાલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આરંભ કરી છે અને સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અકસ્માત બાદ સ્થાનિક સ્તરે માર્ગ સલામતી અંગે ફરી એક વાર ચિંતા વ્યક્ત થવા લાગી છે. મકરપુરા એરફોર્સ રોડ પર સતત ઓવરસ્પીડિંગની ફરિયાદો વચ્ચે આ ઘટના ફરી ધ્યાન ખેંચતી બની છે.

Vadodara2 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચે 17 ગુનાઓમાં સંડોવાયેલા રીઢા વાહનચોર ‘દેવા’ને દબોચ્યો

Vadodara2 hours ago

સુરત જેવી દુર્ઘટના ટળી? વડોદરામાં હાઈટેન્શન રોડ પર કોમ્પ્લેક્ષમાં આગ લાગતા અફરાતફરી.

Vadodara3 hours ago

વડોદરા SRP પરેડ ગ્રાઉન્ડ પર દુર્ઘટના: તિલકવાડાના 29 વર્ષીય જવાન દિનેશ બારિયાનું નિધન

Vadodara3 hours ago

વડોદરા: ONGC સાઇટ પરથી મળી આવી નવજાત બાળકી, સારવાર માટે SSG ખસેડાઈ

Vadodara6 hours ago

વડોદરા : વોર્ડ-10 માં ભાજપ સામે બગાવતના સૂર; ઉમેદવાર અવની સ્ટેમ્પવાળા વિરુદ્ધ ‘પોસ્ટર વોર’ શરૂ

Vadodara8 hours ago

વડોદરા: સમામાં ખાનગી બસનો અકસ્માત; પૂનમ નગર ચાર રસ્તા પાસે મંદિરનું સ્ટ્રક્ચર ધરાશાયી

Vadodara10 hours ago

વડોદરા: મકરપુરા પોલીસનો સપાટો; ચેક રિટર્ન અને ફેમિલી કોર્ટના કેસમાં લાંબા સમયથી ફરાર 4 આરોપીઓ ઝડપાયા

Vadodara18 hours ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara18 hours ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli2 days ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara5 days ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara6 days ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara6 days ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara7 days ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat7 days ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara1 week ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Trending