Vadodara

“રિપીટ નહીં, યુવા ચહેરા લાવો”: વોર્ડ-10 માં ભાજપ સામે પોસ્ટર વોર તેજ; નીતિન ડોંગા સામે કાર્યકરોનો આક્રોશ

Published

on

  • વોર્ડ-10 માં વિરોધનો વંટોળ: રિપીટ કરાયેલા ઉમેદવારો અવની બેન સ્ટેમ્પવાળા અને નીતિન ડોંગા સામે પાયાના કાર્યકરોમાં ભારે રોષ.
  • પોસ્ટર વોરનો બીજો તબક્કો: બે દિવસ અગાઉ અવની બેન અને હવે નીતિન ડોંગા વિરુદ્ધ ભાયલી-વાસણા રોડ પર લાગ્યા પોસ્ટરો.
  • CCTV ફૂટેજ આવ્યા સામે: રાત્રિના અંધકારમાં મોઢે રૂમાલ બાંધી પોસ્ટરો લગાવતો શખ્સ કેમેરામાં કેદ, રાજકીય ગરમાવો વધ્યો.
  • અનોખો ઉલ્લેખ: “ક્રાંતિકારી સેનાને ઝેન-જી (Gen-Z) ની જરૂર છે” તેવા લખાણ સાથે નવા ચહેરાઓની માંગ તેજ.

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વચ્ચે વોર્ડ નંબર 10 માં ભાજપ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પક્ષ દ્વારા જૂના જોગીઓને રિપીટ કરવામાં આવતા સ્થાનિક સ્તરે ‘બગાવત’ના સૂર ઉગ્ર બન્યા છે. ભાયલી-વાસણા રોડ પર ભાજપના બે મજબૂત ઉમેદવારો વિરુદ્ધ ફરી એકવાર પોસ્ટરો લાગતા રાજકીય સન્નાટો વ્યાપી ગયો છે.

🧐અવની સ્ટેમ્પવાળા બાદ હવે નીતિન ડોંગા નિશાને:

ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ આ જ વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટર અને હાલના ઉમેદવાર અવની બેન સ્ટેમ્પવાળા વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા હતા. હજુ એ વિવાદ શમ્યો નથી ત્યાં જ ભાજપના બીજા ઉમેદવાર અને હિન્દુવાદી નેતા નીતિન ડોંગાના વિરોધમાં પણ પોસ્ટરો પ્રગટ થયા છે. ભાજપે આ બંને નેતાઓને રિપીટ કરતા કાર્યકરોમાં આંતરિક અસંતોષ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

🎥CCTV માં કેદ થયો ‘પોસ્ટર મેન’:

આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે એક શખ્સ મોઢે રૂમાલ બાંધીને આ પોસ્ટરો લગાવતો CCTV કેમેરામાં કેદ થયો છે. રાત્રિના સમયે વિસ્તારમાં પોસ્ટરો લગાવી રહેલા આ શખ્સની ઓળખ કરવા માટે રાજકીય આલમમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.

☝️નવી પેઢીની માંગ:

પોસ્ટરોમાં કરવામાં આવેલો ઉલ્લેખ ખાસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, “ક્રાંતિકારી સેનાને હવે ઝેન-જી (Gen-Z) એટલે કે નવી પેઢીના યુવા નેતૃત્વની જરૂર છે.” આ લખાણ પરથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક લોકો કે પક્ષના જ કોઈ જૂથ દ્વારા જૂના ઉમેદવારોને બદલે યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની માંગ કરવામાં આવી રહી છે.

🫵શું આ ‘પોસ્ટર વોર’ ભાજપના ગઢ ગણાતા વોર્ડ-10 ના સમીકરણો બગાડશે? મોઢે રૂમાલ બાંધી પોસ્ટરો લગાવનાર શખ્સ કોણ છે અને તેની પાછળ કોનું મગજ છે, તે હવે તપાસનો વિષય છે.

Trending

Exit mobile version