- પોલીસની કામગીરીને બિરદાવવા માટે રાજ્ય વિભાગ દ્વારા નવતર અભિગમ શરૂ કરાયો
- ભરૂચના ઝઘડિયા GIDC, છોટાઉદેપુરના કદવાલ,નર્મદાના સાગબારા અને વડોદરા રૂરલના ચાણોદ પોલીસ મથકની પણ એવોર્ડ માટે જાહેર કરાયા
રાજ્ય પોલીસ મહાનિર્દેશક દ્વારા પોલીસ સ્ટેશન લેવલ ઉપર પ્રોત્સાહન આપવા માટે નવતર અભિગમ શરુ કર્યો છે. અરજીનો નિકાલ કેટલા સમયમાં થાય છે. એ.સી.બી.ની કોઈ ટ્રેપ થઈ છે કે કેમ ? સ્વચ્છતા અને નિર્ધારીત સમયગાળામાં કોઈ મોટો બનાવ બન્યો છે કે કેમ ? જેવા 40 મુદ્દા નક્કી કર્યા છે. રાજ્યના તમામ શહેર જિલ્લાઓનું પરિણામ આજે જાહેર કર્યુ છે. જેમાં નંદેસરી પોલીસ સ્ટેશનને બેસ્ટ પોલીસ સ્ટેશનનો ખિતાબ આપવામાં આવ્યો છે. પી.આઈ. એ.એ.વાઘેલાની કામગીરી બીરદાવાઈ હતી.
આ પ્રમાણે ભરુચમાં ઝઘડિયા જી.આઈ.ડી.સી, છોટા ઉદેપુરમાં કદવાલ, નર્મદામાં સાગબારા અને વડોદરા રુરલમાં ચાંદોદ પોલીસ સ્ટેશનને એવોર્ડ માટે જાહેર કરવામાં આવ્યા છે. વેસ્ટ્રન રેલવે દ્વારા ગોધરા રેલવે પોલીસ સ્ટેશનને એવોર્ડ જાહેર કર્યો છે.
રાજ્યના પોલીસ મહા નિર્દેશક વિકાસ સહાયે તાજેતરમાં પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક યોજી હતી. શહેર જિલ્લાઓમાં પોલીસ સ્ટેશન લેવલ ઉપર કામગીરીમાં પ્રોત્સાહન આપવા માટે એક યોજના ઘડી હતી.
આ યોજનામાં 40 મુદ્દાઓ આવરી લેવાયા હતા. જેમાં એ.સી.બી.નો કેસ ના થયો હોય, સમન્સ વોરંટની બજવણી, સિનિયર સિટીઝનોની વિઝીટ, 3 વાત તમારી 3 વાત અમારી, સ્વચ્છતા અને અરજદારો સાથેનો વ્યહવાર આ મુદ્દે રેન્કિંગ આપવાનો નિર્ણય લેવાયો હતો.
રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં આ મામલે સર્વે કરવામાં આવ્યો હતો. જેના અંતે વડોદરા શહેરના નંદેસરી પોલીસ સ્ટેશનને બેસ્ટ પોલીસ સ્ટેશનનો ખિતાબ આપવામાં આવ્યો છે.