Vadodara

રિક્ષામાં શરાબની હેરાફેરી કરતા બે બુટલેગરોને મકરપુરા પોલીસે ઝડપી પાડયા

Published

on

વડોદરા શહેરના મકરપુરા દ્વારા વિદેશી શરાબી હેરાફેરી કરતા બે આરોપીઓને ઓટોરિક્ષામાં વિદેશી શરાબના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે પોલીસે 94000 ની કિંમત નો મુદ્દામાલ કબજે લીધો છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથકના સ્ટાફને માહિતી મળી હતી કે દંતેશ્વર ગામમાં રહેતો રોહિત ઉર્ફે જાડિયો તથા વિહાર ટોકીઝની પાછળ રહેતો મયુર રાઠોડ વિદેશી શરાબનો જથ્થો લઈને નેશનલ હાઈવે નં 8 થી જાંબુઆ તરફથી તરસાલી તરફ જવાના રોડ ઉપર આવેલા સિધ્ધેશ્વર હિલ એપાર્ટમેન્ટમાં આવનાર છે.

જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બંને બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી ભારતીય બનાવટની વિદેશી શરાબની 192 નંગ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે મકરપુરા પોલીસે બે મોબાઈલ ફોન, વિદેશી શરાબની હેરાફેરી કરવા માટે વપરાયેલ ઓટો રીક્ષા તેમજ શરાબનો જથ્થો મળીને 94,210 નો મુદ્દામાલ કબજે લીધો છે.

Advertisement

Trending

Exit mobile version