Connect with us

Karjan-Shinor

દિલ્હીના ઠેકેદારે મોકલેલો 23.76 લાખનો શરાબનો જથ્થો કરજણ ટોલનાકા પાસે ઝડપાયો

Published

on

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ટેમ્પોમાં વડોદરા તરફ લવાતો રૂપિયા 23. 76 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો છે. કરજણ – વડોદરા હાઇવે વલણ ગામ પાસે ઝડપાયેલા દારૂ સાથે પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો દિલ્હી ના ઠેકેદારે 495 પેટી દારૂ ભરેલો ટેમ્પો સુરત પાસેથી મોકલાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નોંધનિય છે કે, ગત બુધવારે વરણામા પાસેથી રૂપિયા 5 લાખનો દારૂ ભરેલો ટેમ્પો એલસીબીએ ઝડપી પાડયો હતો.

કરજણ – વડોદરા હાઇવે ઉપર વલણ ગામ પાસેથી ઝડપાયેલા 495 પેટી દારૂ ભરેલા ઝડપાયેલા ટેમ્પો અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, પી.એસ.આઇ. પી. કે. ભુત તથા સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ગજાભાઇ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિહ હાઇવે ઉપર પેટ્રોલિંગમા હતા. દરમિયાન તેઓને માહિતી મળી હતી કે, રાજસ્થાન પાસિંગનો એક આઇશર ટેમ્પો વલણ ગામ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભો છે. તુરતજ એલસીબીની ટીમના અન્ય જવાનો અનાર્મ હેડ કોન્સ્ટેબલ ખોડાભાઇ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હર્ષકુમારને બોલાવી સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં ટેમ્પો ઉભો હતો. અને તેમાં ટેમ્પો ચાલક પણ હતો.

Advertisement

સ્થળ ઉપર પહોંચેલી પોલીસે ટેમ્પો ચાલકને ટેમ્પોમાં ચીજ વસ્તુઓ અંગે પૂછપરછ કરતાં તે ગભરાઇ ગયો હતો અને ટેમ્પોમાં દારૂ હોવાની કબુલાત કરી હતી. દરમિયાન પોલીસે તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ નરેન્દ્ર શ્યામલાલ ગુજ્જર ( રહે. પરસરામપુરા, જિલ્લો, જઉજંરઉ ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેમ્પો ચાલકને સાથે રાખી ટેમ્પોમાં તપાસ કરતાં તેમાંથી 495 પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 23, 76, 000 ની કિંમતનો દારૂનો જથ્થો, રૂપિયા 20 લાખની કિંમતનો ટેમ્પો અને એક મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા 43, 81, 000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે સાથે ટેમ્પો ચાલક નરેન્દ્ર ગુજ્જરની ધરપકડ કરી હતી.

પી.આઇ. કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ટેમ્પોમાંથી 495 પેટી દારૂ લઇ વડોદરા આવી રહેલા ટેમ્પો ચાલક નરેન્દ્ર ગુજ્જરની કડકાઇ પૂર્વક પુછપરછ કરતા ચાલકે જણાવ્યું હતું કે, દારૂ ભરેલો ટેમ્પો સુરત પાસેથી લીધો હતો. સુરત પાસે દારૂ ભરેલો ટેમ્પો હોવાની માહિતી દિલ્હીના પ્રદિપે વોટ્સએપ કોલ કરીને આપી હતી. સાથે તેણે વડોદરા પહોંચી વોટ્સએપ કોલ કરવા માટે જણાવ્યું હતું.

પોલીસ તપાસમાં દારૂના જથ્થા સાથે ઝડપાયેલો નરેન્દ્ર ગુજ્જરને વર્ષ 2022 માં એક્સપ્રેસ વે ઉપરથી દારૂ સાથે ઝડપાયો હતો. તે બાદ કરજણ વલણ ગામ પાસેથી 495 પેટી દારૂ વડોદરા લાવતા ઝડપાયો છે. એલસીબીએ આરોપી સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Vadodara2 days ago

વડોદરામાં યોજાયેલા ભવ્ય રોડ શો બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું, ‘Thank You Vadodara!’

Vadodara2 days ago

સિંદૂર સન્માન યાત્રામાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Vadodara2 days ago

મોડી રાત્રે લોકો કારેલીબાગ અને છાણી વિજ કચેરી પહોંચતા ખાલી ખુરશીઓ મળી

Vadodara3 days ago

બહારથી ખરીદેલા છોલેમાંથી મરેલો ઉંદર નીકળ્યો, ગંભીર બેદરકારી ખુલી

Vadodara4 days ago

રિટાયર્ડ થવાના એક સપ્તાહ પહેલા આધેડે કંપનીમાં જીવન ટુંકાવ્યું

Vadodara5 days ago

વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં આજે મ્યુનિસિપલ કમિશ્નરે કલ્યાણ નગર તરફ કમીગીરીનું નિરીક્ષણ કર્યું

Vadodara5 days ago

ST ડેપોમાં મુસાફરનું દાગીના ભરેલું પર્સ ચોરી કરનાર મહિલા દાહોદથી ઝડપાઇ

Vadodara7 days ago

નવાયાર્ડ વિસ્તારમાં PCR વાન પર હુમલો, કાંચ તોડનાર હુમલાખોર ઝડપાયો

Trending