રાષ્ટ્રગાન ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ કાર્યક્રમ આખા ગુજરાત અને દેશભરમાં સરકારી કચેરીઓમાં યોજવામાં આવેલો હતો.
- રાજ્ય સરકાર દ્વારા સવારે 10 થી 10:30 સુધી વંદે માતરમ ગાન અને શપથ કાર્યક્રમ યોજવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
- શિનોર તાલુકા પંચાયતની ઓફિસમાં અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા અને કચેરીનું ટીડીઓનું દફ્તર બંધ હતું.
- સવારના 9:30 વાગ્યા સુધી તમામ અધિકારી-કર્મચારીઓ હાજર ન રહ્યા, જેમથી કાર્યક્રમની બેદરકારી અને આરામનો માહોલ જણાયો
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા રાષ્ટ્રગાન કાર્યક્રમમાં ગંભીર બેદરકારીનો મુદ્દો સામે આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કચેરીઓમાં સવારે 10 થી 10.30 દરમિયાન વંદે માતરમ ગાન અને શપથ કાર્યક્રમ યોજવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો.પરંતુ શિનોર તાલુકા પંચાયતમાં કોઈ કાર્યક્રમ યોજાયો નહોતો. સ્થળ પરથી પ્રાપ્ત માહિતી મુજબ, તાલુકા પંચાયત કચેરી બંધ જોવા મળી હતી અને ટીડીઓની ઓફિસના દરવાજા પર તાળું લટકતું હતું.
કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ સવારે 9:30 વાગ્યા સુધી હાજર ન હોય, સરકારે આપેલા આદેશનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું હતું.આરામના મૂડમાં દેખાતા અધિકારીઓ અને કર્મચારીઓની ગેરહાજરીથી સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે. પંચાયતના 12 જેટલા સ્ટાફ સભ્યોમાંથી કોઈ એક પણ સવારે હાજર ન હોવાની વાત સામે આવતા હવે પ્રશાસનમાં પણ ચર્ચા શરૂ થઈ છે.
રાજ્યભરમાં આજના દિવસે દરેક કચેરી, શાળા અને કોલેજમાં વંદે માતરમ@150નો ઉત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો, પરંતુ શિનોર તાલુકા પંચાયતની આ બેદરકારી સરકારે આપેલા દિશા-નિર્દેશો પ્રત્યેના ઉદાસીન વલણને ઉજાગર કરે છે.